________________
શોધવા છતાંય કોઈ ગરીબ દેખાશે નહીં. જેની પાસે પોતાની હવેલી હોય તે ફ્લેટવાલ્વ માણસને જુએ. ફ્લેટવાળો માણસ સામાન્ય ઓરડીમાં રહેનાર તરફ જુએ. ઓરડીમાં રહેનાર ઝૂંપડીમાં રહેનારને જુએ અને ઝૂંપડીવાળો માણસ ફૂટપાથ ઉપર જિંદગી પસાર કરનાર તરફ જુએ. આ દષ્ટિએ પ્રત્યેક વ્યક્તિ પોતાને અમીર સમજી શકે છે. સ્વાર્થની ભૂમિકા ઉપર સહયોગ મળે છે
ગરીબી અને અમીરી વિશે નિરપેક્ષ દષ્ટિએ કંઈ જ કહેવું શક્ય નથી. કારણ કે માણસ ગરીબ કે અમીર વૈભવના આધારે નહીં, વિચારોના આધારે હોય છે. એવી સ્થિતિમાં ગરીબી દૂર કરવાનું અભિયાન કોણ ચલાવી શકે? કઈ રીતે ચલાવી શકે? કેટલાક લોકો એમ કહે છે કે ગરીબોને મદદ કરવી જોઈએ. મદદની વાત સાંભળવા કે વાંચવામાં ખૂબ ગમે છે, પરંતુ કોણ કોને મદદ કરે છે ? આ સંસારમાં સર્વોપરિ તત્ત્વ સ્વાર્થ છે. સ્વાર્થ ન હોય તો પુત્ર પોતાના પિતાને પણ કંઈ પૂછતો નથી અને પિતા પણ પોતાના પુત્રને સહયોગ આપતો નથી. ભાઈ-ભાઈ હોય, સાસુ-વહુ હોય, પતિ-પત્ની હોય કે મૈત્રીનો સંબંધ હોય જ્યાં સુધી પરસ્પરનો સ્વાર્થ સિદ્ધ થાય છે ત્યાંસુધી સંબંધોમાં મધુરતા ટકી રહે છે. સ્વાર્થને થોડો પણ આઘાત લાગે તો સંબંધોનો મહેલ જમીનદોસ્ત થઈ જાય છે. એક ભાઈના ઘરમાં નદીના પાણીની જેમ ધનનો પ્રવાહ વહેતો હોય અને બીજા ભાઈને પેટ ભરવા પૂરતું ભોજન પણ નસીબમાં ન હોય તોય સહયોગ માટે હાથ લાંબો થઈ શકતો નથી. તો પછી કશીય જાણપિછાણ વગર નિઃસ્વાર્થ ભાવે સહયોગ આપનાર તો કોણ હોય?
દેશમાં દુષ્કાળ પડે છે. પશુધનનો ક્ષય થવા લાગે છે. દૂધ, દહીં, ઘીની તંગી ઊભી થાય છે ત્યારે લોકોની આંખો ઊઘડે છે. પશુઓને બચાવવા માટે કેટલાક પ્રયત્ન કરવામાં આવે છે. શા માટે ? તેમાં પણ સ્વાર્થની ગંધ છે. પશુઓ વગર દૂધ, દહીં, ઘી ક્યાંથી મળે ? તે સુરક્ષા પશુઓની નથી, પોતાના સ્વાર્થની છે. નહિતર ભૂખથી તડપીને કેટલા માણસો દરરોજ મરતા હોય છે ! તેમની કોઈને ચિંતા થતી નથી. કારણ કે તેમના થકી કોઈ સ્વાર્થ સધાતો નથી. કેવું વિચિત્ર છે સ્વાર્થનું આ તંત્ર ! તેનાથી મુક્તિ કેવી રીતે મળે?
સંસારમાં શ્રેષ્ઠ વ્યક્તિઓની કમી નથી. ઉચ્ચ સ્તરના કેટલાક લોકો એવા હોઈ શકે છે કે જેઓ સ્વાર્થથી મુક્ત થઈ ગયા હોય,
નવું દર્શન : નવો સમાજ | ૨૧૪
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org