________________
શસ્ત્રશક્તિ પ્રબળ હોય છે તે સૈન્ય યુદ્ધમાં વિજયી બને છે. સેનાનું મનોબળ અને યુદ્ધકૌશલ પણ વિજયમાં સહાયક બને છે. યુદ્ધની ક્ષમા અને અર્હતાના અભાવે માત્ર સત્યના સહારે વિજયપ્રાપ્તિનું સ્વપ્ન કેવળ સ્વપ્ન જ છે. કોઈ દુર્બળ દેશ સત્યના બળ પર વિજયી થવાનું ગૌરવ પામી શકે છે ખરો ?
કંટાકીર્ણ છે સત્યનો માર્ગ
રામ અને રાવણનું યુદ્ઘ રામાયણનો અત્યંત માર્મિક પ્રસંગ છે. શ્રીરામ મર્યાદા પુરુષોતમ હતા. સત્યમાં તેમને અગાધ શ્રદ્ધા હતી. સત્યની રક્ષા માટે જ તેમણે અયોધ્યાને છોડીને વનવાસ સ્વીકાર્યો હતો. તેમના અનુજ લક્ષ્મણ પણ સત્યપરાંડમુખી નહોતા. રાવણે તેમને કેટલા બધા પરેશાન કર્યા ! લક્ષ્મણને તો એક રીતે મોતના જડબામાં ધકેલી જ દીધા. તે સમયે અસત્યે જે અટ્ટહાસ્ય કર્યું, તેથી સત્યનો સ્વ૨ જાણે બિલકુલ દબાઈ ગયો હતો. અન્તતોગત્વા વિજય રામનો થયો. પરંતુ સત્યનો માર્ગ તેમના માટે કેવો કંટકાકીર્ણ બની રહ્યો !
રાજા હરિશ્ચંદ્રની કથા ખૂબ પ્રસિદ્ધ છે. તેમની સત્યનિષ્ઠાનું પરિણામ શું આવ્યું ? એક યશસ્વી રાજાને ચંડાળના ઘેર નોકરી કરવી પડી. પુત્ર રોહિતાશ્વના અકાળ હૃદયવિદારક મૃત્યુ પ્રસંગે સત્યની સુરક્ષા માટે જ તેમણે પત્ની પાસે કફનના પૈસા માગ્યા. શું એને જ સત્યનો વિજય કહેવામાં આવે છે ? સામાન્ય વ્યક્તિ ત્યાં વિચલિત થઈ જાય છે. કારણ કે તેના અંતિમ પરિણામ સુધી અડગ રહેવાનું ધૈર્ય તે રાખી શકતી નથી.
સત્ય માટે સમર્પિત રોમ રોમ
સત્ય વિશે મારા ઉક્ત વિચાર સત્ય પ્રત્યેની મારી આસ્થા ઉપર પ્રશ્નાર્થ ચિહ્ન મૂકી શકે છે, પરંતુ હું એક વાત સ્પષ્ટ કરી દેવા ઇચ્છું છું કે મારું પ્રત્યેક રોમ સત્ય માટે સમર્પિત છે. સત્ય મારું જીવન છે, પ્રાણ છે અને શ્વાસોચ્છ્વાસ છે. મારી સઘળી સાધના સત્ય માટે છે. મારો એ અતૂટ વિશ્વાસ છે કે સત્ય ક્યારેય હારતું નથી. પ્રત્યેક પ્રતિકૂળ પરિસ્થિતિમાં તેનું તેજ નિખરે છે. પરંતુ વ્યવહારની ભૂમિકા ઉપ૨ તેને જય-પરાજય સાથે જોડવાનું ઔચિત્ય સમજાતું નથી.
‘સત્યમેવ જયતે’ આ આસ્થાસૂત્રની પ્રતિમાને અક્ષુણ્ણ રાખવામાં
સત્યમેવ જયતે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org