________________
I
!
'
3
:
ક !
I am અર્થશાસ્ત્રની સૈકાલિક
જ એ વધારણા
:/01 -
કાકા :
:
::
:
::
સત્યનાં બે રૂ૫ છે- અનુભવનું સત્ય અને શાસ્ત્રોનું સત્ય. અનુભવનું સત્ય શાશ્વત હોય છે, સૈકાલિક હોય છે અને દેશકાળની સીમાઓથી અબાધિત હોય છે. શાસ્ત્રોનું સત્ય બુદ્ધિપ્રસુત હોય છે. તેથી તે સામયિક હોય છે. બુદ્ધિ વર્તમાનમાં ચાલે છે. તે નજીકના ભૂતકાળ અને નજીકના ભવિષ્યકાળને પોતાનો વિષય બનાવી શકે છે. પરંતુ તેની ઉપજ દેશકાળ સાપેક્ષ હોય છે. આ દષ્ટિએ અનુભૂત સત્ય શાસ્ત્રીય સત્ય કરતાં વિશેષ વિશ્વસનીય હોય છે.
માનવી સમાજમાં જીવે છે. પોતાની સાધના દ્વારા તે સત્યનો અનુભવ કરે છે. તેના અનુભવનું સામાજીકરણ થાય છે તો અનુભવોનું સત્ય શાસ્ત્રોનું સત્ય બની જાય છે. અનુભવનું સત્ય સૈકાલિક થવા છતાં ય સમયબદ્ધ રહે છે. સત્યનો સાક્ષાત્કાર કરનાર વ્યક્તિ એક નિશ્ચિત સમય પછી સંસારના ચિત્રપટથી અદશ્ય થઈ જાય છે. આ દષ્ટિએ અનુભૂત સત્ય કરતાં પણ અધિક મહત્ત્વપૂર્ણ બની જાય છે. શાસ્ત્રોનું સત્ય.
શાસ્ત્રો અનેક પ્રકારનાં હોય છે. સમાજશાસ્ત્ર, રાજનીતિશાસ્ત્ર, માનસશાસ્ત્ર, ધર્મશાસ્ત્ર, કામશાસ્ત્ર, અર્થશાસ્ત્ર વગેરે. ચિંતન અને પરિસ્થિતિના તફાવતથી આ શાસ્ત્રોનાં વિવિધ રૂપો બને છે. પ્રસ્તુત સંદર્ભમાં અર્થશાસ્ત્રને વિચારનો વિષય બનાવવામાં આવે છે. અર્થશાસ્ત્ર વિષે વિચારનાર અને લખનાર અનેક વ્યક્તિઓ થઈ ચૂકી છે. તેથી અર્થશાસ્ત્ર પણ અનેક છે જેમકે – એડમસ્મિથનું અર્થશાસ્ત્ર, કૌટિલ્યનું અર્થશાસ્ત્ર, કાર્લમાર્કસનું અર્થશાસ્ત્ર, કીન્સનું અર્થશાસ્ત્ર, ગાંધીનું અર્થશાસ્ત્ર વગેરે. આ લોકોની જેમ મહાવીરનું પણ કોઈ અર્થશાસ્ત્ર છે ખરું ? આ પ્રશ્ન અત્યંત સામાયિક છે. આજથી પચાસ વર્ષ પહેલાં આ વિષયમાં કંઈક રાજા અર્થશાસ્ત્રની સૈકાલિક અવધારણા પ્રકાર રૂફ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org