________________
C
સંબંધોનો સાગર ની વિવેકનો સેતુ
માનવી જગતનું સર્વશ્રેષ્ઠ પ્રાણી છે. તેની શ્રેષ્ઠતાનાં ઘટક તત્ત્વો ત્રણ છે- શરીરસંરચના, મસ્તિષ્ક અને વિવેક. તેના શરીરમાં કરોડ૨જ્જુનું મહત્ત્વપૂર્ણ સ્થાન છે. તેના આધારે તે ટટ્ટાર ચાલી શકે છે. નહિતર અન્ય પશુઓની જેમ તે પણ ચોપગો હોત. તેનું મસ્તિષ્ક અત્યંત વિકસિત છે. જ્ઞાન- વિજ્ઞાનનાં નવાં નવાં સંશોધનો તેના વિકસિત મસ્તિષ્કની ભેટ છે. તેનો વિવેક જાગૃત છે. તેના આધારે તે હેય અને ઉપાદેય વચ્ચે સ્પષ્ટ ભેદરેખા દોરી શકે છે. આ ત્રણે તત્ત્વો જગતનાં અન્ય પ્રાણીઓ કરતાં માનવીને વિશિષ્ટ બનાવનારાં છે. સંબંધનો ચતુષ્કોણ
માનવી ચિંતનશીલ પ્રાણી છે તેથી તેના સંબંધોનું જગત અત્યંત વ્યાપક છે. એક દૃષ્ટિએ જોવા જઈએ તો તેનો સંબંધ જગતનાં તમામ પ્રાણીઓ સાથે છે. ‘વસુધૈવ કુટુંબકમ્’ સમગ્ર પૃથ્વી એક કુટુંબ સમાન છે. આવી કલ્પના માનવીના વ્યાપક સંબંધોને આધારે જ બની છે. આ કલ્પનામાં પશુ-પક્ષી વગેરે મોટાં પ્રાણીઓ, કીડા-મંકોડા વગેરે નાનાં નાનાં જંતુઓનો જ નહીં, પૃથ્વી, પાણી, વનસ્પતિ વગેરે સૂક્ષ્મ જીવોનો પણ સમાવેશ છે. આ વ્યાપક દૃષ્ટિકોણ ખૂબ ઉપયોગી છે ' છતાં આ વ્યાપકતાને સમજવાનું તથા તેને અનુરૂપ આચરણ કરવાનું આસાન નથી.
Jain Educationa International
ઉપર જે ભૂમિકાની ચર્ચા કરવામાં આવી છે તે નિશ્ચયની ભૂમિકા છે. વ્યવહારની ભૂમિકા ઉપર માનવીના સંબંધોનો એક ચતુષ્કોણ બની શકે છે. પ્રથમ કોણમાં તે પોતાના પરિવાર સાથે જોડાઈને રહે છે. બીજો કોણ તેના સામાજિક સંબંધોને સાંકળે છે.
નવું દર્શન નવો
અનાજ
For Personal and Private Use Only
www.jainelibrary.org