SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ તેમને પણ પોતાની સમસ્યાઓ તો હશે, પરંતુ તેમના દ્વારા માનવીને કોઈ મુશ્કેલી નથી પડતી. તેને મુશ્કેલીનો અનુભવ અવશ્ય થાત, જો તેનામાં સંવેદનશીલતા હોત. સંવેદનશીલતા એવું દર્પણ છે જેની ઉપર પ્રાણીમાત્રનાં સુખ-દુઃખનાં પ્રકંપનો પોતાનાં પ્રતિબિંબ પાડ્યા કરે છે. જ્યારથી આ દર્પણ ધૂંધળું થયું છે, ત્યારથી માણસે અન્ય પ્રાણીઓ વિશે વિચારવાનું છોડી દીધું છે. ધરતીનું અતિશય દોહન, પાણીનો અપવ્યય અને તેને પ્રદૂષિત કરનારી પ્રવૃત્તિઓ, જંગલો-વૃક્ષોનું છેદન વગેરે આ જ માનસિકતાનું પરિણામ છે. ધરતી અને સૂરજની વચ્ચે વિરલ પટ્ટ ઓઝોનની ક્ષતિ આપણા સૌના જીવન માટે ભયંકર જોખમ રૂપ છે. વૈજ્ઞાનિકોની આ ચેતવણી હોવા છતાં પ્રકૃતિ અને પ્રાણીજગત સાથે મનુષ્યના સંબંધોમાં વધતું જતું અંતર તેની સંવેદનહીનતા નથી તો બીજું શું છે? જવાબદારીનો અનુભવ માનવી પાસે એવી શક્તિ છે કે જેના દ્વારા તે સમગ્ર વિશ્વની સમસ્યાઓ ઉકેલી શકે, પરંતુ તે પોતાની સમસ્યાઓમાં એટલો બધો અટવાઈ ગયો છે કે કોઈ અન્યના વિષે વિચારવા માટે તેની પાસે ફરસદ જ રહેતી નથી. વૈશ્વિક સમસ્યાઓને આપણે એક વખત એક બાજુ મૂકી પણ દઈએ તોય માનવીય સમસ્યાઓ કંઈ ઓછી નથી. સમસ્યા ભલે પયવિરણની હોય, શસ્ત્રાસ્ત્રોની પ્રતિસ્પધનિી હોય, આતંકવાદની હોય, ગરીબીની હોય, જાતિવાદની હોય, સંપ્રદાયવાદની હોય, નૈતિક મૂલ્યોના લાસની હોય કે પછી સંબંધોમાં વધતી જતી તિરાડોની હોય- તેનો સર્જક તો સ્વયે મનુષ્ય જ છે. આ સ્થિતિમાં તેના સમાધાનની જવાબદારી પણ તેના જ માથે આવે છે. અપેક્ષા એવી છે કે માનવી પોતાની જવાબદારીનો પ્રામાણિકતાભર્યો અનુભવ કરે. એમ પણ કહેવામાં આવે છે કે માનવીનો પ્રેમ ધરતી જેવો છે. ધરતીમાં કોઈ એક દાણો વાવે છે તો તે અનેક દાણાઓથી ભરેલાં ટૂંડાં આપે છે. સંબંધોની ધરતી આવી જ રીતે ફળદ્રુપ બને છે. પરંતુ તેમાં જે કોઈ ઉપકારનો દાણો (બીજ) વાવે જ નહીં. સંબંધોનું સિંચન કરે જ નહીં, તો પછી ફસલ ક્યાંથી ઊગશે? માની લઈએ કે નિઃસ્વાર્થી ભાવથી કોઈકને માટે કશુંક કરનાર વ્યક્તિઓની સંખ્યા સદાય નગણ્ય જેવી રહે છે. છતાં જ્યાં મંગલમાધુર્યથી ઓતપ્રોત સંબંધોનું Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005312
Book TitleNavu Darshan Navo Samaj
Original Sutra AuthorN/A
AuthorTulsi Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year1996
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy