________________
સહન કરી શકતી હોય તો હું તેને સહન કેમ ન કરી શકું? દૂધ ખારું છે તે વાત સાચી છે. તેમાં નમક નાખ્યું છે. તેણે જાણી જોઈને તેમ કર્યું નથી. પ્રમાદવશ ખાંડના બદલે નમક નાખી દીધું હશે. તેથી શું થયું? શું આવો પ્રમાદ મારાથી ક્યારેય થતો નથી ? મેં તેને સહન કરી લીધો. નહિતર તારી સામે જ અમારે બંનેને ઝઘડો થઈ ગયો હોત. તમે સાધુઓના આશ્રમમાં જઈને રહો કે ગૃહસ્થી વસાવો, સહનશીલ બનીને જ સફળ બની શકશો.” યુવકને જીવનની દિશા મળી ગઈ.
આ ઉદાહરણ છે સંવેગ-સંતુલનનું. માનવીના જીવનમાં આવા પ્રસંગો આવ્યા કરે છે. જે તેમને સહન કરી લે છે તે બચી જાય છે. જે સહન કરી શકતા નથી તેના અસ્તિત્વને માટે જોખમ ઊભું થાય છે. અસહિષ્ણુ વ્યક્તિ આત્મહત્યા કરી લે છે. પરીક્ષાનું પરિણામ બરાબર ન આવવાથી વિદ્યાર્થી આત્મહત્યા કરી લે છે. મનપસંદ છોકરી સાથે લગ્ન ન થવાથી અનેક યુવકો પોતાના જીવનની બાજી લગાવી દે છે. વેપારમાં અસફળ થયેલા કેટલાય વેપારીઓ મૃત્યુ પામે છે. મોટા મોટા વૈજ્ઞાનિકો પણ માનસિક દ્વિધાઓથી વ્યથિત થઈને કસમયે પોતાની જીવનયાત્રા સમાપ્ત કરી નાખે છે. આ બધું શા માટે થાય છે ? સંવેગોનું અસંતુલન એક મોટું કારણ છે. તેથી સંવેગ-સંતુલનનું સૂત્ર મહત્ત્વનું બને છે. શ્રમશીલતા,
આજનો યુગ આર્થિક સ્પધનિો યુગ છે. અર્થ (ધન)ની આંધળી દોડમાં શિક્ષિત અને અશિક્ષિત સૌ કોઈ સહભાગી બન્યા છે. ભણેલા ગણેલા યુવકો પોતાના પરંપરાગત વ્યવસાયમાં રુચિ ધરાવતા નથી. તેઓ પોતાનું કાર્યક્ષેત્ર બદલવા ઝંખે છે. તે સૌ ઓફિસમાં સાહેબ બનીને બેસવા ઈચ્છે છે. બેરોજગાર સાહેબોની વધતી જતી સંખ્યા દેશના અર્થતંત્રને પડકારી રહી છે. આટલો મોટો દેશ અને કરોડો યુવકો બેરોજગાર ! આવા યુવકો નવી ટેકનોલોજીના સહારે પોતપોતાના કાર્યક્ષેત્રમાં વિશેષ કૌશલ પ્રાપ્ત કરે તો તેમના હાથ ક્યારેય ખાલી રહેશે નહીં.
મહાત્મા ગાંધી એક સફળ પ્રયોક્તા હતા. તેમણે પોતાના જીવનમાં અનેક પ્રયોગો કર્યા. તેમના પ્રયોગોથી અનેક લોકો લાભાન્વિત થયા. શ્રીમન્નારાયણ અગ્રવાલે એક વખત પોતાનું સંસ્મરણ કહેતાં જણાવ્યું કે, “આચાર્યશ્રી, અમે લોકો યુનિવર્સિટીમાં ભણતા હતા. ગાંધીજીનું નામ સાંભળ્યું. તેમની રાષ્ટ્રપ્રેમની
કાકા: નવું દર્શન નવો સમાજstauોકસ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org