Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 3
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
ગમણા-ગમણ-સૂત્ર' ૦ ૪૧ fમચ્છ મિ દુક્કડં-મારું દુષ્કૃત મિથ્યા થાઓ.
(૫) અર્થસંકલના (૧) ઈર્યા-સમિતિ (૨) ભાષા-સમિતિ (૩) એષણા-સમિતિ (૪) આદાન-નિક્ષેપ-સમિતિ (૫) પારિષ્ઠાપનિકા સમિતિ (૬) મનોગુપ્તિ (૭) વચનગુપ્તિ (૮) કાયગુપ્તિ-એ પ્રમાણે પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ મળીને “અષ્ટપ્રવચનમાતાનું શ્રાવક ધર્મ (સમ્યક્ત્વ મૂલ બાર વ્રત તથા સંલેખના અને છ આવશ્યક વગેરે ધર્મ) વિશે સામાયિક વ્રતમાં (બે ઘડી સુધી સમતાભાવમાં રહેવું). પોસહ (જિનેશ્વર દેવોએ કહેલા આહારત્યાગ આદિ ચાર પ્રકારે આઠ પ્રહર અથવા ચાર પ્રહર વિધિપૂર્વક અનુષ્ઠાન કરાય છે તેમાં) વ્રતમાં સારી રીતે (અષ્ટપ્રવચનમાતાનું) પાલન ન થયું હોય, અતિચાર (વ્રતખંડન) લાગ્યો હોય, આરાધનામાં ખામી કે ભૂલ થઈ હોય-તે સર્વ (તમામ) મન, વચન, કાયા સંબંધી મારું પાપ (દુષ્કૃત) મિથ્યા થાઓ, નાશ પામો.
(૬-૭) સૂત્ર-પરિચય તથા પ્રકીર્ણક આ સૂત્ર સામાયિકવ્રત અને પૌષધવ્રતમાં પારિષ્ઠાપનિકા વિધિ કર્યા પછી જીવહિંસાદિ વિરાધનાથી પાછા ફરવાને, અથવા તે પાપથી શુદ્ધ થવા માટેનું આ આલોચના સૂત્ર છે. તેમાં આત્મસાક્ષીએ દુષ્કતની નિંદા કરવામાં આવે છે અને ગુરુ સાક્ષીએ ગહ કરવામાં આવે છે.
મુખ્યત્વે સામાયિકવ્રતમાં અને પૌષધવ્રતમાં અષ્ટપ્રવચનમાતાનું પાલન આવશ્યક છે.
ત્રણ ગુપ્તિના પાલન માટે (૧) ધ્યાન એ મનોગુપ્તિમાં મદદ રૂપ છે. (૨) મૌન એ વચન ગુપ્તિમાં મદદ રૂપ છે. (૩) સ્થાન-કે આસન અકાયગુપ્તિમાં મદદ રૂપ છે.
આરાધના-સમ્ય દર્શન, સમ્યગુ જ્ઞાન અને સમ્યફ ચારિત્રરૂપ મોક્ષમાર્ગની ઉપાસના કરવી તે. અથવા સંયમમાર્ગનું યથાવિધ પાલન કરવું તે આરાધના છે. પરંતુ આવી આરાધનાનું તત્ત્વ જેમાંથી દૂર થયું છે તે વિરાધના સમજવી અથવા આરાધનાનો અભાવ તે વિરાધના છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org