________________
આવે! પણ છેવટે તને કંઈ સંયમ લીધા પછી પાછે તે નહીં જ લઈ જાય એટલી મને ખાત્રી છે.
કેટલીવાર સંગોની વિષમતાઓ રાજમાર્ગને છેડી આપવાદિક-ગલીચીને પણ આશરે લેવું પડે, માટે જરા ધીરજ ધર ! ઉતાવળ કામને બગાડે છે વગેરે.”
ઝવેરચંદે પણ કા. પૂનમ થઈ અને તુર્ત પિતાને સંસારની ખાણમાંથી છુટવાની તકમાં ઢીલ થવા બદલ પોતાના અંતરાયકર્મની વાત વિચારી પૂ. ગુરૂદેવશ્રીના વચનને શિધાર્ય કરી વાતને વિસારે પાડી.
કાર્તિક પૂર્ણિમાએ સિદ્ધાચલજીના પટની યાત્રા કરી પૂ. મુનિશ્રી ગૌતમસાગરજી મ. શ્રીએ અમદાવાદ તરફ વિહાર કર્યો. ઝવેરચંદને પૂ ગુરૂદેવ સાથે વિહારમાં રહેવા ભાવના હતી. પણ તેમ કરવામાં પિતાને કારતક વદમાં અમદાવાદ પહોંચી દીક્ષા આપવામાં કુટુંબીઓ નાહક મહારાજને છોકરે ઉપાડી ગયાને આક્ષેપ કરી વાતાવરણ ડેબે–તેથી ગુરૂ આજ્ઞા તહત્તિ કરી ભારે હૈયે ઝવેરચંદભાઈ ઘરે પાછા આવ્યા. અને કેદખાનામાં રહેલ કેદી જેમ દિવસે ગણે તેમ કારતક વદના દશ દિવસે દશ યુગ જેવા પરાણે પસાર કર્યા.
પૂ. ગુરૂદેવશ્રીની સૂચના પ્રમાણે કા. વ. ૧૧ સેમવારે