________________
ખૂબ ઉમંગથી અમદાવાદ વંદન કરવા આવવા ભાવના દર્શાવી, પણ પૂ. ગચ્છાધિપતિશ્રીએ લાભાલાભને વિચાર કરી મિડાસાથી લુણાવાડા થઈ સીધા કપડવંજ જવાની આજ્ઞા ફરમાવી.
કપડવંજવાળા પણ ઠેઠ કેશરીયાજીથી સાથે હતા. તેઓને પણ આગ્રહ કપડવંજ પધારવાને વધુ હતુંછેવટે પિ. સુ. પાંચમ લગભગ લુણાવાડા પધાર્યા અને પોષ વદ બીજે પૂજ્યશ્રી ધામધૂમથી મહા-મહત્સવ પૂર્વક કપડવંજમાં શ્રી સંઘના ભવ્ય સ્વાગતપૂર્વક પધાર્યા.
વ્યાખ્યાનમાં શ્રી પંચાશક-ગ્રંથના આધારે તપધર્મ અને તેને ઉઘાપનની મહત્તા–શાસ્ત્રીય-વિધિ પર વિવેચન શરૂ કર્યું.
શ્રીસંઘમાં અને ધર્મોલાસ જાગે, બીજા પણ પુણ્યાત્માઓને તપધર્મની મહત્તા સમજાઈ. તેના ઉજમણું માટે ભાવ થયે, પરિણામે અગ્યાર-છેડનું ઉજમણું શ્રીસંઘ તરફથી નક્કી થયું, અને ધામધૂમથી ભવ્ય અષ્ટાહિકા મહોત્સવ મહા સુદ ત્રીજથી શરૂ થયે.
પ્રભુ-ભક્તિમાં રાખવી જોઈતી જયણા અને વિધિના ખ્યાલ પર ભાર મુકી પૂજ્યશ્રીએ શ્રીસંઘના ભાવિકેને કપડવંજના
૧૭૪