________________
એટલે જૈન શ્રીસંઘના આગવાને સમજી વાતને ઠંડી પાડી ઉભા થઈ ગયા.
આ રીતે જૈન સંઘ પર આવેલ બંને આક્રમણને પૂજ્યશ્રીએ કુનેહ-વિદ્વત્તાના સુમેળથી બેસતા-ચોમાસે ખાળી દીધાં; બંને વિપક્ષીઓ હતપ્રભ થઈ જિનશાસન સામે આંગળી ચીંધવાથી પણ દૂર રહ્યા. આ ચોમાસામાં સકળ શ્રીસંઘમાં પૂર્ણ શાંતિ રહી.
વિવિધ ધર્મક્રિયાઓ દ્વારા ચાતુર્માસ ખૂબ જ ઉમંગધર્મોલ્લાસના વાતાવરણમાં પસાર થયું.
આ ચાતુર્માસના ઉત્તરાર્ધ માં ચાલુ પજુસણે પૂજ્યશ્રી પાસે અમદાવાદથી ગચ્છાધિપતિ દ્વારા અને ભાવનગરથી પૂ. શ્રી વૃદ્ધિચંદજી મ. દ્વારા તેમજ પાલીતાણથી મળેલ સમાચાર પ્રમાણે પાલીતાણ સ્ટેટની કનડગત-મુંડકાવેરાની વાત વગેરે સમાચાર મળ્યાથી આસો મહિનાની ઓળીના છેલા દિવસે પાંચ-પાંડના મુક્તિ મનના પ્રસંગને વિકસાવી સકળ શ્રીસંઘને કમર કસી રાજ્યના ઉપદ્રવને હઠાવવા જેહાદ ઉઠાવવા ગંભીર પ્રેરણા કરી.
વધુમાં શ્રીસંઘને આખી વિગત સમજાવી કે સૌરાષ્ટ્રના તિલકસમે તરણતારણહારશ્રી શત્રંજય ગિરિરાજ આપણું
૧૯૭