________________
- શ્રીસંઘના આગ્રહથી બે દિવસ સ્થિરતા કરી અને કા. વ. ૧૦ પ્રભુમહાવીરની દીક્ષા-કલ્યાણક-તિથિને ખ્યાલ આપી પૂજા-રથયાત્રા-મોત્સવ કરવા શ્રીસંઘને પ્રેરણા આપી. . . શ્રીસંઘે પણ ચઢતા-ઉમંગે શાસન-નાયકશ્રીમહાવીરપ્રભુની દીક્ષા-કલ્યાણકની ભવ્ય આરાધના કરી. છે. કા. વ. ૧૧ સવારે વીંછીવાડા થઈશામાજી વદ અમાસે પધાર્યા, ત્યાંથી માગ. સુ. ૧ સવારે ટીટેઈતીર્થે સુહરી–પાશ્વનાથ પ્રભુને દર્શન-વંદન કર્યા.
શ્રીસંઘે મૌન–એકાદશી માટે રોકવા ઘણે આગ્રહ કર્યો, પણ પૂ. ગચ્છાધિપતિશ્રીના દર્શન–વંદનની ઉત્સુકતાથી રોકાયા નહીં.
મોડાસા, બાયડ, ઘડિયા, લાલપુર થઈ પૂજ્યશ્રી માગ. સુ. ૧૦ના શુભદિને કપડવંજ પધાર્યા.
- શ્રીસંઘને ખબર પડી કે અકાલે બે ફળ્યાની જેમ કે અચાનક નિધાનની પ્રાપ્તિની જેમ ખૂબ આનંદિત થઈ પૂજ્યશ્રીની નિશ્રામાં મૌનએકાદશીની ભવ્ય આરાધના વિધિપૂર્વક કરી.
પૂજ્યશ્રીએ મગનભાઈ ભગતને તથા પૂ.ચરિત્રનાયકશ્રીને પાસે બેસાડી સંયમ ધર્મની મહત્તા, તેની પ્રાપિત
૨૬૪