Book Title: Sagarnu Zaverat
Author(s): Dharmsagar
Publisher: Agmoddharak Granthmala

View full book text
Previous | Next

Page 365
________________ one : - 31 , (ગુજ.) થી ધર્મપ્રેમી ભેજકને આમંત્રી પ્રભુભક્તિમાં રમઝટ જામે અને અપૂર્વ ભાલાસ થાય તેવી વ્યવસ્થા પૂજ્યશ્રીની પ્રેરણાથી થઈ હતી. આ દરમ્યાન પૂજ્યશ્રી પર અપૂર્વ ભક્તિભાવ ધરાવનાર પૂ. મુનિશ્રી કમલાવિજયજી મ.ને પત્ર કે જે, પ્રાચીન સંગ્રહમાંથી જડી આવ્યા છે. તે અહીં જે અક્ષરશઃ ઉદ્ધત કર્યો છે. - શ્રી ૧. પત્ર-૧ મુ. શ્રી બોટાદ મુનિ મહારાજશ્રી ઝવેરસાગરજી – કે, શ્રાવકની ધર્મશાળાએ પહેચે. સ્વસ્તિ શ્રી પાર્શ્વજીને પ્રણમ્ય મુ. શ્રી બોટાદ તત્ર અનેક શુપમાલાયક, શાંત, દાંત, મહંત, સૂર્યની પરે પ્રતાપી, ચંદ્રમાની પરે શીતલ, સમુદ્રની પરે ગભીર, મેરૂની પરે અચલ, વાયુની પરે અપ્રતિબદ્ધ, ભારં પક્ષીની પરે અપ્રમત્ત ભવ્ય જીવોના હિતોપદેશક, એવં અનેકગુણે કરી બિરાજમાન મુનિ મહારાજશ્રી ઝવેરસાગરજી તથા મુનિ છત વિજયજી તથા મુનિ શ્રી ધીરવિજયજી તથા મુનિ વલ્લભવિજયજી ચરણાન શ્રી વઢવાણ કાંપથી લી. મુનિ શ્રી કમલવિજયજી તથા હેમવિજયના વંદના––અનુવંદના ૧૦૦૮ વાર અવધારશોજી. ૩૦૪

Loading...

Page Navigation
1 ... 363 364 365 366 367 368 369 370