________________
તoooo
000000
ચૌસઠ પ્રહરી પૌષધ સાથે આરાધના માટે આવી પહોંચેલ.
તેઓએ અઠ્ઠાઈરને ઉપવાસ, વડાકલ્પને છઠ્ઠ, સંવત્સરીને અઠ્ઠમ કરી પૂજ્યશ્રીની નિશ્રામાં પર્વાધિરાજની ચડતા-પરિણામે ભવ્ય આરાધના કરેલ.
વૃદ્ધ-પુરુષના કથનાનુસાર અભૂતપૂર્વ થયેલી આરાધના અને વિવિધ તપસ્યાઓની અનુમેહનાથે ધર્મોત્સાહી-શ્રીસંઘના આગેવાનેએ ભા. સુ. ૬ ના. ભવ્ય રથયાત્રા અને ભા. સુ. ૧૦ થી અષ્ટાલિકા મહોત્સવને કાર્યક્રમ જાહેર કર્યો.
ભા, સુ. ૬ બપોરે ૧ વાગે ભવ્ય રથયાત્રા નિકળી, જેમાં ચાંદીના ત્રણ રથ, બે ગજરાજ વિવિધ વાજિંત્ર, અને શણગારેલ ૩૦ / ૪તપસ્વીઓની માફા-ગાડીઓ હતી.
આખા બોટાદ શહેરમાં જૈન–શાસનના ત્યાગ-ધર્મની અપૂર્વ બેલબાલા થઈ રહી. - ભા. સુ. ૮ વ્યાખ્યાન પછી શ્રીસંઘ તરફથી સાધ્વીજી અને શ્રાવિકાઓના વર્ગો સામૂહિક ખામણાં કર્યા.
પૂજ્યશ્રીએ દુબળી આઠમ તરીકે ગણાવાતા આજના દિવસને કષા-વાસનાઓ હળવી કેટલી પડી? તે ધરણથી ચકાસવા પર ભાર મૂકી આદર્શ—ક્ષમાપનાનું મહત્ત્વ સમજાવ્યું.
ભા. સુ. ૧૦ થી ભવ્ય મહત્સવ શરૂ થયે, વડનગર
૩૩