________________
બીજુ અત્ર પયુષણ પર્વ રૂડી રીતે થયા છે. વ્યાખ્યાનમાં શ્રી શત્રજ્ય મહત્ય તથા ઉત્તમકુમાર ચરિત્ર તથા સુધિકાના વ્યાખ્યાન આઠ વંચાણ છે.
બીજુ ભા. સુ. ૪ ને શુક્રવારે સંવછરી પ્રતિક્રમણ સંઘ સમસ્ત કર્યું. તેમાં આપને ખમાવ્યા છે તે આપ કૃપા કરીને ખમાવશે જી.
બીજી અત્રે અષાડ સુ. ૬ દીક્ષા ઓચ્છવ બડી ધામધૂમથી થયે છે. વળી સુ. ૧૩ શ્રીશ ગુંજ્ય મહાભ્યને વરઘેડે ચડ્યો હતો, તેથી શાસનની ઉન્નતિ થઈ છે. બીજુ શ્રા. વદ ૬ શુક્રવારે સવસરણની રચના થઈ તેમાં વરધોડા પાંચ ચડયા અને જલયાત્રાના વરઘડામાં તથા છેલ્લા વરઘોડામાં શ્રી લીંબડીથી દરબારને હાથી તથા રથ તથા શ્રી વીરમગામથી રૂપાની પાલખી તથા શ્રી સાયલેથી રૂપાની પાલખી આવવાથી ત્રણે ગામથી ગવૈયાની ટાળીનું માણસ ૧૦૦ આવવાથી જિનશાસનની પ્રભાવના ઘણી થઈ છે. - વરઘોડામાં માણસ આશરે ૪૦૦૦ થયું હતું. વડા તથા આરતીની ઉપજનું ઘી મણ ૩૨૬ તથા ખરડ તથા ભંડાર સર્વે મળીને રૂ. ૧૮૦૦ ની ઉપજ થઈ છે. સ્વામીવાત્સલ્ય બે તથા છ-અટ્ટમના પારણુ થયા છે.
બીજુ શ્રી લખતરના કારભારી શેઠ કુલથદભાઈ અહીં પજુસણ કરવા આવ્યા છે. તેણે ગામ બધામાં અઢારે વરણમાં સાકરની લ્હાણી કરીને શાસનની શોભા વધારી છે.
૩૦૫
છે. ૨૦