________________
છાતીના દર્દીને ઉપચાર કરાવે શરૂ કર્યો.
માગ. સુ. ૪ થી ૭ ખૂબ ગંભીર સ્થિતિ રહી, શ્વાસ -પ્રશ્વાસની પ્રક્રિયા અનિયમિત થઈરહી, શ્રીનમસ્કાર-મહામંત્ર સંભળાવવા શરૂ થયેલ, પણ શ્રીસંઘના પુણ્યદયે ફરીથી માગ. સુ. ૮ થી વળતાં પાણી થઈ ગયા.
મૌન–એકાદશીની આરાધના સ્વસ્થપણે કરી મૌનએકાદશીના દેવવંદન ક્ય, દોઢસો માળાના ગુણણામાંથી ૪૦ માળા પણ ગણેલ.
માગ. સુ. પૂનમે આખા શ્રીસંઘને બે શબ્દો કહી સહુનાં મન રાજી કર્યા, સહુને એમ લાગ્યું કે હવે પૂજ્યશ્રી જલ્દી સ્વસ્થ થઈ જશે.
પણ ભાવીની ગતિ અકળ હોય છે. માગશર વદ-૨ રાત્રે પ્રતિક્રમણ પછી તાવ ખૂબ વધ્યા.
વદ ૪ રાતના ૧૦ સુધી તાવનું જોર ખૂબ રહ્યું, નવસારના પિતા મૂકી રાહતને પ્રયત્ન કર્યો, પણ તાવ કાબૂમાં ન આવ્ય, માગશર વદ ૫ સવારે તાવ કંઈક નરમ થયે, પણ છાતીમાં, પગમાં, દદે ઉપાડે લીધે, - પૂ. ગચ્છાધિપતિશ્રીને ગમે તેમ પણ અણસાર આવી ગયે કે હવે આ શરીર છુટશે જ!
૨૯૦