Book Title: Sagarnu Zaverat
Author(s): Dharmsagar
Publisher: Agmoddharak Granthmala
View full book text
________________
સલત જગજીવન તથા શાહ પાના બોઘા વિગેરેને અમારા વતી ધર્મલાભ કહેશોજી.
સંવત ૧૯૪૫ અષાઢ વદ ૭ શુક્રવારે લી. ગોવનજી ગાંગજીનાં વંદણ ૧૦૦૮ વાર અવધારશોજી.
લી. આપને સેવક આજ્ઞાંકિત લીબડી નિવાસી વહેરા જીવરાજ ગાંગજીની વંદના ૧૦૦૮ વાર આપની પવિત્ર સેવામાં ફુરસદ વખતે સ્વીકારશોજી.”
આ રીતે પૂજ્યશ્રીની સાથે રહેલ તપસ્વી મુનિશ્રી જીતવિજયજીની ચૌમાસી–અઠ્ઠાઈની તપસ્યાથી શ્રીસંઘમાં અનેરા-ધર્મોલ્લાસની લહેર પ્રગટી.
પરિણામે ચૌમાસી-અઠ્ઠાઈમાં પૂજા, પ્રતિક્રમણ, બેસણું, ઉકાળેલું પાણી, પગરખાંને ત્યાગ આદિ વિશિષ્ટ મર્યાદાઓ. આચરવાની પ્રેરણા કદી ધર્મક્રિયા ન કરનારાઓના મનમાં પણ ઉદ્ભવવા પામી.
જેથી ઘણું વૃદ્ધપુરૂષે પણ પૂજ્યશ્રીના ચાર્તુમાસની. આગવી-વિશેષતા નિહાળી પ્રમોદ ભાવથી ભરપૂર બન્યા.
પૂજ્યશ્રીની પ્રેરણાથી ચૌમાસી ચૌદશે છઠું-ઉપવાસ -આંબેલ–એકાસણાથી રરપ અષ્ટપ્રહરી પૌષધ સ્ત્રી-પુરૂષમાં થયા, સાંજના પૌષધ ૧૭૦ જુદા થયા.

Page Navigation
1 ... 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370