________________
બેસી તત્વજ્ઞાનના અભ્યાસ સાથે ધર્મક્રિયાઓની વ્યવસ્થિત આચરણ પર ખૂબ ભાર મૂકે.
૧. સુ. ૧૪ના વ્યાખ્યાનમાં શ્રી વર્ધમાન તપઆયંબિલ-ખાતાનું મહત્વ સમજાવી “આંબિલની તપસ્યા દ્રવ્ય-ભાવથી મંગળરૂપે શ્રી સંઘને કલ્યાણકારી છે” એ વાત ઠસાવી શેઠ પુરૂષોત્તમદાસ ઠાકરશી શાહના ઉદારતા ભય ૧૧૦૦૧ ના દાનથી ઉપાશ્રયની પાસેના મકાનને ૧૫૦૦ માં ખરીદી બે શ્રાવિકાબાઈએ અને એક નેકર દ્વારા શ્રીસંઘના આગેવાનેને આંબિલ ખાતું શરૂ કરવા પ્રેરણા કરી. પરિણામે વૈ. વ. ૬ ના શ્રી સિદ્ધગિરિરાજના મૂળનાયક પ્રભુના મંગળકારી પ્રતિષ્ઠા–દિવસથી આંબિલની શરૂઆત કરાવી.
પૂજ્યશ્રીના જોરદાર માર્મિક-ઉપદેશના આધારે પ્રથમ દિવસે ૨૭૭ આંબેલ થયા.
- શેઠ શ્રી પરમાણુંદભાઈ તરફથી દરેકનું શ્રીફળરૂપિયાથી બહુમાન થયું.
આ રીતે પૂજ્યશ્રીના આગમનથી શ્રીસંઘમાં સકળવિન–હર આંબિલની તપસ્યા કાયમી થાય તેવાં શુભ મંડાણ થયાં.
૯૬