________________
A
પૂ. ગચ્છાધિપતિશ્રીએ કેઈ અજ્ઞાત-સંકેતથી હવે જાણે ફરી અહીં આવવાનું નહીં થાય તે રીતે બધાં કામે ઝટપટ પતાવી વૃધ્ધ સાધુઓને તથા શ્રાવકને પણ છેલલા–પહેલા પતાવી–મળી બધાને સુંદર હિતશિક્ષા અવારનવાર ફરમાવા લાગ્યા.
પૂજ્યશ્રીને પૂ. ગચ્છાધિપતિના આવા વલણથી જરા મનમાં ખેંચ્યું કે “સાહેબ! કેમ આમ કરે છે!” પણ વડિલો જે કરે તે સમજીને કરે” ની નીતિના આધારે પૂજ્યશ્રીએ તથા સમુદાયના બીજા વડિલ-મુનિઓએ પણ કંઈક ગંભીરહેતુની કલ્પના કરી મનને શાંત રાખ્યું.
માહ વદ આઠમના વ્યાખ્યાન માટે આગ્રહ કરીને શેઠ શ્રી દીપચંદ દેવચંદભાઈએ ગચ્છાધિપતિશ્રીની સકળ– સાધુ સમુદાય સાથે ધામધૂમથી સમય સાથે પોળમાં પધરામણી કરી, ઠેઠ સ્વામીનારાયણના મંદિર આગળથી કીક ભટ્ટની પળે સુધીના રાજમાર્ગને ભવ્ય રીતે શણગારી પોતાની (કીકાભટ્ટની) પિળના ઉપાશ્રયે વ્યાખ્યાન રાખ્યું.
પિળના દહેરાસરે દર્શન કરી ઉપાશ્રયે આવી ગચ્છાધિ પતિશ્રીએ મંગલાચરણ કર્યું, તીર્થયાત્રા અને છરી પાળતાં સંઘ વિષે પૂજ્યશ્રીને વ્યાખ્યાન્ને માટે આજ્ઞા કરી.