________________
પૂ. ગચ્છાધિપતિશ્રી પિતાના વિનીત શિષ્યની ઉદાત્ત મને વૃત્તિ જોઈ પૂબ પ્રસન્ન થયા.
પૂ. ગચ્છાધિપતિને વિચાર વષીતપના પ્રારંભ દિવસ તરીકે પનેતા ફા.વ.૮ના મંગળદિને પાલીતાણું પ્રવેશ કરવા વિચાર હતું, પણ ભાવનગરમાં તબિયત આદિકા રણે સ્થિરવાસ કરી રહેલ ગુરૂભાઈ, પૂ. શ્રી વૃદ્ધિચંદ્રજી મ. ની પ્રેરણાથી આવેલ, ભાવનગરના શ્રીસંઘે અને શહેરના શ્રીસંઘે પણ ચોગઠ-ચમારડી અને સોનગઢના રસ્તે સીધા પાલીતાણા જવાના બદલે શહેર થઈને પધારવા માટે ખૂબ આગ્રહભરી વિનંતી કરી.
પરિણામે લાભાલાભ વિચારી પૂ. ગચ્છાધિપતિશ્રીએ શહેર ભાવનગર જવાનું વિચાર્યું.
સંઘપતિએ પણ ગુરૂઓઝા તહત્તિ કરી, શહેરભાવનગરને સંઘ ખૂબ રાજી થયે.
ફા. વ. ના રોજ શહેરમાં ધામધૂમથી પ્રવેશ થયે. ત્યાં વ્યાખ્યાન-પૂજા–પ્રભાવના આદિ ધર્મકાર્યો સારાં થયાં.
ફ.વ.૭ નિકળી ફા.વ.૮ સવારે ભાવનગરમાં ચતુવિધ શ્રીસંઘ સાથે પૂ. ગચ્છાધિપતિને નગર-પ્રવેશ થયે. બંને ગુરૂભાઈઓએ ખૂબ ભાલ્લાસથી મળી શાસન-સંબંધી અનેક
૨૫