________________
વાજિંત્રના સૂરે સાથે ઠાઠથી સિધાચળની દિશામાં ચતુવિધ શ્રી સંઘે પ્રયાણ કર્યું.'
પ્રથમ મુકામ જમાલપુરને ટૂંક રાખી સંઘની બધી જના વ્યવસ્થિત કરવા ગોઠવણ કરી.
૧ પૂ. શ્રી દશનવિજ્યજી મ. ત્રિપુટી લિખિત “આદર્શ ગચ્છાધિરાજ' નામે પૂ. મૂળચંદજી મ. ના સંક્ષિપ્ત પણ મુદ્દાસરના
ઐતિહાસિક પુસ્તકના “જય શત્ર ” નામના પંદરમા પ્રકરણ (પૃ.નં. ૧૦૨) માં આ સંઘયાત્રાની વિગત છે,
ત્યાં એક નવી વાત નેંધી છે કે
ઉજમફઈની ધર્મશાળાએથી પૂશ્રી મૂળચંદજી મ. સપરિવાર શ્રીસંઘમાં જોડાવા માટે નિકળ્યા, ત્યારે કો'ક સાધુના અનુપગથી પાણીને ઘડે નંદવાઈ ગયો, શ્રાવકેએ વહેમ કર્યો કે સાહેબ ! ન જવાય! પણ
પૂ. શ્રી મૂળચંદજી મ. મુહૂર્ત નક્કી કરી સંઘયાત્રાના પ્રસ્થાન પછી આવા નજીવા કારણે અપશુકનથી આવા શાસનના મહત્ત્વના કાર્યમાં વિદન ઉભું થાય તેમ કરવું તે ઉચિત નથી ” “ જે થવાનું છે. તેને કઈ મિથ્યા કરી શકવાનું નથી. ” એમ કહી ડીવાર ઉભા રહી ૭ (સાત) નવકાર ગણું ૩ (ત્રણ) ઉવસગ્ગ ગણું ફરીથી માંગલિક સંભળાવી સંધમાં શામેલ થયા. . વૃધ્ધ પુરૂષ આ હકીકતને વજુદવાળી માને છે, અને એમ
૨૭૩ છે. ૧૮