________________
માટેના ભવ્ય પુરૂષાર્થ અને તે અંગે વ્યવસ્થિત પેજના માટે વિચારણા કરી તેઓને સંયમ-માગે વધવા ઉદાત્ત પ્રેરણા કરી.
પછી માગ. વદ. ૧ સવારે પૂજ્યશ્રી આંતરસૂબા, દહેગામ થઈમાગ. વદ ૭ના રોજ નરેડા પધાર્યા, અમદાવાદ સમાચાર પહોંચવાથી પૂ. ગચ્છાધિપતિશ્રી દ્વારા ગ્યનું સન્માન યોગ્ય રીતે થવાના હેતુથી પિતાના આઠ–દશ સાધુઓને લેવા માટે મોકલ્યા.
પૂજ્યશ્રીએ પણ ખૂબ જ ઉલ્લાસથી નરેડાના શ્રીગેડી પાશ્વનાથની યાત્રા કરી વદ ૮ ના મંગળદિને શુભ-ચોઘડીએ પૂજ્યશ્રી પાસે ઉજમફઈ ધર્મશાળાએ પધાર્યા, પૂજ્યશ્રીએ ખૂબ જ ભાલ્લાસથી વંદના કરી.
પૂ. ગચ્છાધિપતિશ્રીએ પણ પૂજ્યશ્રીને હૈયાના ઉમ-ળકાથી આવકાર્યા રતલામ, ઈદેર,મહીદપુર અને ઉદયપુરમાં કરેલ વિશિષ્ટ શાસન-પ્રભાવના અંગે ખૂબ જ ધન્યવાદ આપી ઉદયપુર જૈન શ્રીસંઘના ધાર્મિક-જીર્ણોદ્ધાર અંગે ખૂબ જ અભિનંદન આપ્યા.
યથા–અવસરે પૂ. ગચ્છાધિપતિશ્રી રતલામ, ઈદેર અને ઉદયપુરના ચોમાસા દરમ્યાન થયેલ વિવિધ શાસનપ્રભાવનાધાયક સમાચારે, સનાતનીઓ, આર્યસમાજ, સ્થાનક
ર૬પે