________________
ધિપતિશ્રીને વંદન કર્યું સેળ વર્ષ વીતી ગયા, હવે પૂ. ગચ્છાધિપતિશ્રીની તબિયત લથડી છે, માટે હવે બહુ આગ્રહ ન કરે તે સારૂ”
એ રીતે હાર્દિક આશ્વાસન આપી શ્રીસંઘનું મન સંપાદિત કર્યું.
કા. વ. ૩ સવારે નાના-મેટા ધર્માનુરાગી સહુની ભાવભરી વિદાય લઈ પૂજ્યશ્રીએ વિહાર કર્યો.
ઉદયપળ-દરવાજે માંગલિક સંભળાવ્યું, અશ્રુભીના નયને સહુએ પૂજ્યશ્રીને શાતાપૂર્વક વિચારવાનું કહી ભારે -હૈયે સહુ પાછા વળ્યા.
પૂજયશ્રી કા- વ. ૬ ના મંગળ દિને કેશરીયાજી પધાર્યા, વિહારમાં ઉદયપુરના સેંકડો ભાવિકે હતા.
તે સહુ સાથે કેશરીયાજીની ભવ્ય યાત્રા કરી પૂજ્યશ્રીએ ડુંગરપુર બાજુ વિહાર કર્યો.
ભક્તિશાળી કેટલાક શ્રાવકે હજી પણ સેવાના લાભ માટે વિહારમાં સાથે રહ્યા.
કા. વ. ૮ સવારે ડુંગરપુરમાં પૂજ્યશ્રીનું ભવ્ય સ્વાગત થયું.
ર૬૩