________________
'' લી. ચરણ-સેવક હેમચંદ્ર મગનલાલની ૧૦૦૮ વાર દિન પ્રત વંદના અવધારશે.
આપશ્રીના શરીરે શાતા હશે, અહી ધર્મપસાથે અને આપ જેવા ગુરૂ મહારાજના પ્રતાપે ક્ષેમકુશળ છે.
વિ. આપના મુખારવિંદના દર્શન બે વર્ષ પૂર્વે અહીં થયેલ. તે પૂર્વે પણ બાપુજીની સામાયિકની ઓરડીમાં આપના ચિત્રમાં ઝબકતી અપૂર્વ– વદન પ્રતિભાથી નાનપણથી જ આકર્ષણ થયેલ પણ પ્રત્યક્ષ દર્શન કર્યા પછી તથા કેશરીસિંહની ગર્જના જેવી. ઉફામ-ગંભીર આપની સુમધુર ધમ દેશના સાંભળ્યા પછી તો જીવ આપનામાં જ રમે છે. આપ જેવા તારક ગુરૂદેવશ્રીના સતત સમાગમમાં રહેવાની તીવ્ર તમન્ના છે.
મારા બાપુજી અવારનવાર આપના અનેકવિધ ઉપદેશામૃતભરપૂર પત્રો વગેરેના આધારે આપની તાત્વિક વાણ-સુધાના મીઠા મધુર. ઘુંટડા પીવડાવે છે.
દેવોને પણ દુર્લભ આ માનવજીવનની સફળતા આપ જેવા સદગુરૂના ચરણમાં બેસી સંસારના છકાયના આરંભ-સમારંભનt ફૂટામાંથી છુટી વિશિષ્ટ રીતે સંયમી-જીવન કેળવી સવ-જીવને અભયદાન આપનારી જીવનચર્યામાં છે !
હે તરણતારણહાર ! કૃપાળું ગુરુ! કઈક એવું માર્ગદર્શન બતાવો! કે જેથી સંસારનાં બંધને મને ન સતાવે! દેવ-ગુરુકૃપાએ જલદીથી હું પ્રભુ-શાસનના સંયમના પથ ધપી જાઉં!
૨૩૫