________________
સાદડી-સંઘના આગેવાન શ્રાવકેની આગ્રહભરી વિનંતિ થવાથી પૂજ્યશ્રી માહ સુ. પૂનમ સાંજે સાદડી ગામ બહાર પધાર્યા. માહ વદ ૧ સવારે પૂજ્યશ્રીને નગર–પ્રવેશ થયે.
- પૂજ્યશ્રીની તાત્વિક – દેશના અને સચેટ હદયસ્પર્શી ઉપદેશ-શલિથી પ્રભાવિત બનેલ સાદડી શ્રી સંઘે પૂજ્યશ્રીને આગ્રહપૂર્વક રેયા.
ત્યાંના સ્થાનકવાસીઓના આગેવાન શ્રાવકોને તાત્વિક શાસ્ત્રીય વાતેની રજૂઆત કરનારા સંવેગી સાધુને સાંભળવા જિજ્ઞાસા થઈ. ગામમાં રથાનકવાસીઓની સંખ્યા વધુ અને તેઓ અજ્ઞાનવશ થતા સંકેચના કારણે ઉપાશ્રયે આવતાં અચકાય, તેથી શ્રીસંઘના આગેવાનોએ બજારમાં જાહેર વ્યાખ્યાનની બેઠવણ કરી.
સ્થાનકવાસી ઉપરાંત જૈનેતર સંવેગી જૈન સાધુની તાત્વિક– દેશના કદી સાંભળેલ ન હઈ ખૂબ ધર્મોલ્લાસથી આનંદિત બન્યા.
- શ્રીસંઘે ફાગણ-માસાને આગ્રહ કર્યો. વધુ પ્રમાણમાં લકાની સક્રિય ધર્મભાવના નિહાળી પૂજ્યશ્રીએ ફાગણ,ચોમાસી સુધી સ્થિરતા કરી.
૨૪૬