________________
અને માગસર વદમાં ચાતુર્માસની ગર્ભિત હા પડાઈ ગયેલા હેઈ વચનબદ્ધતાના કારણે વિ. સં. ૧૯૪૩નું ચેમાસું પૂજ્યશ્રીને ઉદયપુર કરવું પડયું.
પૂજ્યશ્રીએ વ્યાખ્યાનમાં દેવદ્રવ્યાદિની અર્થવ્યવસ્થા દૂર કરવાના શુભ આશયથી શ્રાવકેના કર્તવ્યના અધિકારની વાત વધુ સ્પષ્ટ રીતે સમજાવનાર શ્રીશ્રાદ્ધ-દિનકૃત્ય સૂત્ર અને ભાવનાધિકારે સુદર્શનચારિત્ર શરૂ કર્યું.
શ્રાવકેના દૈનિક-કર્તવ્યને વધુ સ્પષ્ટ ખ્યાલ આવે તે રીતની છણાવટ સાથે પૂજ્યશ્રીએ વ્યાખ્યાનમાં રજુઆત કરવા માંડી, જેથી શ્રાવક-જીવનમાં ઉપયોગની પ્રધાનતા શ્રેતા-- એના મગજમાં ઠસવા માંડી.
પરિણામે અંધારે ચૂલે સળગાવ, ગાળ્યા વગરનું પાણી, જીવ-ચતનાને અભાવ, લલકૂલ અને ત્રસજીવોની થતી અ–જયણા, વાસી, વિદલ, રાત્રિભેજન, કંદમૂળ આદિ અભક્ષ્ય-પદાર્થો આદિ શ્રાવક-જીવનને અણછાજતી ઘણી બાબતે પૂજ્યશ્રીની પ્રેરણાથી શ્રાવકના ઘરમાંથી દૂર થવા માંડી.
શ્રા. સુ. ૫ થી ૧૦ સુધી પંચરંગીતપ શરૂ થયે, જેમાં પાંચ ઉપવાસવાળા પચ્ચીસ, ચાર ઉપવાસવાળા પચાશ, ત્રણ ઉપવાસવાળા સે, બે ઉપવાસવાળા બસે અને એક
૨૫૦