________________
આ પત્રમાં કપડવંજ-સંઘના આગેવાનોના નામે છે, વળી કરમચંદભાઈ જે પત્ર લખનાર ભાઈ છે, તે પણ ખૂબ જ તપ્રેમી ગુણાનુરાગી જિજ્ઞાસુ અને મુમુક્ષુ જણાય છે.
પૂજ્યશ્રીને તાવિક બાબતે પૂછાવી છે, તે પરથી પૂજ્યશ્રીના સંપર્કમાં આવનાર પુણ્યાત્માઓ તત્ત્વદષ્ટિની ખીલવણી તરફ કેટલા વળતા હશે? તેને અણસાર આવે છે.
આ રીતે પૂજ્યશ્રી ઉદયપુર રહ્યા, પણ કપડવંજ જેવી પૂ. ચરિત્રનાયકશ્રીની પૂણ્યભૂમિના શ્રાવકે સાથે અજ્ઞાત -સંકેતરૂપે પણ સંપર્ક રાખી જાણે! પૂ ચરિત્રનાયકશ્રીના જીવન ઘડતર માટે જરૂરી તવદષ્ટિની ખીલવણી માટે પૂર્વભૂમિકા કુદરતી રીતે તૈયાર થવા નિમિત્ત-કારણરૂપ બની રહ્યા.
પવધિરાજ શ્રીપર્યુષણ પર્વ પ્રસંગે અમદાવાદથી પૂ. ગચ્છાધિપતિશ્રીની નરમ તબિયતને સમાચારથી પૂજ્યશ્રી જરા વ્યથિત બન્યા, જેમાસું ઉતર્યો ઝડપથી પૂજ્યશ્રીની સેવામાં હાજર થઈ જવાનું મનમાં ગઠવ્યું.
સંવત્સરીના ખામણના પત્રમાં પૂ. ગચ્છાધિપતિશ્રીની તબિયત સારી છતાં કથળતીના સમાચાર જાણી પૂજ્યશ્રીને વધુ ચિંતા થવા માંડી, ઉદયપુર શ્રીસંઘને પણ આ બાબત