________________
મોજા જ
પૂજ્યશ્રી આ પત્રને વાંચી પૂ. ગચ્છાધિપતિશ્રીની તબિયત અંગેના સમાચારથી જરા ઉદ્વેગવાળા થયા, પણ ઉદયપુર શ્રીસંઘના ધર્મ નેહભર્યા આગ્રહની પકડમાંથી મુક્ત થવા અમદાવાદથી શ્રી શત્રુંજય-ગિરિરાજના છરી પાળતા સંઘની વાતને ઉપયોગ સફળ રીતે થઈ શકશે, તેમ થવાથી પિતાને પૂ. ગચ્છાધિપતિશ્રીના દર્શન-વંદનને લાભ તુર્ત મળશે, તે બદલ આનંદિત પણ થયા.
અહીં અમદાવાદથી શેઠ દેવચંદભાઈના શ્રી સિદ્ધગિરિ મહાતીર્થના છરી પાળતા સંઘની વાત જે આપી છે.
આ અંગે “આદર્શ ગચ્છાધિરાજ” (શ્રી ચારિત્ર સ્મારક ગ્રંથમાળા – અમદાવાદથી વિ. સં. ૨૦૧૧ માં પ્રકાશિત ગુજરાતી પુસ્તક) માં સ્વ. પૂ. શ્રી દશનવિજયજી મ. ત્રિપુટી મહારાજ (“જય શત્રુંજય”નામે ૧૫ મા પ્રકરણ–પા. ૧૦૨ માં) નેધે છે કે –
. મુલચંદજી મહારાજે શત્રુંજય - મહાતીર્થની યાત્રા અનેકવાર કરી હતી, તેઓને શત્રુંજયની યાત્રાને પુનઃ મને રથ થયો, એટલે તેઓએ એ યાત્રા ન થાય ત્યાં સુધી તુવરની દાળને ત્યાગ કર્યો. પણ શાસનના કામને લીધે જવાનું બની શકયું નહીં.
અમદાવાદના કીકાભઠ્ઠની પળવાળા શેઠ દીપચંદદેવચંદ