________________
પર
Te's
RE
ચૈત્ર વદ દશમના દિને ઘાણેરાવથી કુંભલમેર, રીડ, આમેર થઈ રાજનગર-દયાલશાહને કિલ્લે,
અદબદજી થઈ વૈશાખ વદ ૧૧ ને મંગળદિને ઉદયપુર પધાર્યા.
શ્રીસંઘે પૂજ્યશ્રીનું ચાતુર્માસ હવે અહીં જ થશે અને આગ્રહ કરી કરાવીશું જ, એમ ધારી ધામધૂમથી પ્રવેશ મહોત્સવ કર્યો.
પૂજ્યશ્રીએ વ્યાખ્યાનમાં ધર્મસ્થાના વહીવટની પવિત્રતા કાર્યવાહકોની જવાબદારી આદિ પર પ્રકાશ પાથરવા સાથે બંને પક્ષનું બરાબર સાંભળી હકીકતમાં અહંભાવથી ઉપજેલ મવિકૃત વાતેનું નિરાકરણ કરી બંનેનું મન સંતુષ્ટ કર્યું.
પણ પૂજ્યશ્રીને પરિસ્થિતિને અભ્યાસ કરતાં લાગ્યું કે અણસમજ અને વહીવટી નિપુણતાના અભાવે કેટલીક અક્ષમ્ય -ક્ષતિઓ થવા પામી છે, તેથી બધા ચેપડા તપાસી ખાતાવાર બધી વિગતે મેળવી વહીવટદારનું ધ્યાન ખેંચી અથાગ્ય સુધારા કરાવ્યા.
આ બધી પ્રવૃત્તિમાં જેઠ વદ પાંચમ થઈ ગઈ જેઠ વદ ૧૦ ને આદ્રા હતા, વરસાદની તડામાર તૈયારીઓ થઈ ગઈ, એટલે અનિચ્છાએ તેમજ શ્રીસંઘના અતિ–આગ્રહથી
-
ર૪૯