________________
આ રીતે ઉપધાન કાર્ય પછી મૌન એકાદશી સુધી સંઘના આગ્રહથી પૂજ્યશ્રીની સ્થિરતા થવા પામી. - આ ગાળામાં સૌથી વધુ મહત્વની બીના એ બની કે –
કપડવંજમાં પૂજ્યશ્રીની તાત્વિક-દેશનાથી પ્રભાવિત બનેલ પૂ. ચરિત્રનાયકશ્રીના પિતાજી મગનભાઈ ભગતની આધ્યાત્મિક-દેરવણી તળે પૂ. ચરિત્રનાયકશ્રીને ધાર્મિક-ઉછેર થઈ રહેલ, તે અંગે વિવિધ ધર્મચર્ચા પણ પૂજ્યશ્રી સાથે પત્રવ્યવહારથી થતી, સારાંશરૂપે સર્વવિરતિમાર્ગની તમન્ના જાગૃત કરવામાં આવતી.
પરિણામે પૂ. ચરિત્રનાયકશ્રી શારીરિક-દષ્ટિએ નાની વયના. છતાં પૂર્વજન્મની આરાધનાના બળે અંતરાત્માથી ખૂબ જ ઉત્તમ વિચાર-સરણિ ધરાવતા હતા. જેનું પ્રતિબિંબ જેમાં ઝીલાયું છે, તે પત્ર જૂના સંગ્રહમાંથી મળી આવ્યું છે-કે જે પત્ર પ્રથમ ભાગ (પા. ૨૫૦-૨૫૧) માં તથા પરિશિષ્ટ-૬(પા-૪૮૪૯) માં છપાયેલ છે, છતાં પ્રસંગચિત સમજી આ પત્ર ફરીથી. અહીં ટાંકે છે.
“સ્વસ્તિ શ્રી પાર્શ્વજિન પ્રણમ્ય શ્રીમતિ મહાશુભસ્થાને શ્રી ઉદયપુર નગરે સર્વ ઉપમા લાયક, મહામુનિરાજ, મારા કુટુંબના તારણહાર, શિરછત્ર, પૂ. ઝવેરસાગરજી મ.ની પવિત્ર સેવામાં
૨૩૪