________________
પિતી છે. જેઠા સુરચંદની ચીઠ્ઠી સાથે તેને જવાબ લખાણે નહીં, તેનું કારણ જેઠા સુરચંદ સાણંદ તરફ ગયેલા છે, તેના આવવાની રાહ જેવાથી લખાણ નો તે. પણ હજી સુધી તે આવ્યા નથી, તેથી આ ઢીલ છે.
તમે (યણની પ્રતિષ્ઠા ઉપર) આવવા બાબત લખ્યું તે જાણ્યું, પણ ૪ ૪ પ્રતિષ્ઠા ઉપર અમારી સલાહમાં ઠીક આવતું નથી, કારણે નીચે પ્રમાણે
એક તો એ પ્રતિષ્ઠાનું કામકાજ વિદ્યાશાળાવાળા તથા બીજા કચ્છીચારીઓ ( હસ્તક) છે, જેઓ અનુભવી નથી.
–જેઠા સુરચંદને તેવા માણસના પ્રસંગમાં હાલ સુધી જવાને વિચાર જણાતું નથી.
–આત્મારામજી પણ તે પ્રતિષ્ઠા ઉપર ભેણુ બાજુ આવવાના નથી, તેમ સાંભળ્યું છે.
–પ્રતિષ્ઠા કરાવવાવાળા વિધિવાળા પેથાપુરવાળા કે વડોદરાવાળા આવવાના સાંભળ્યા છે.
આ રીતભાત જોતાં અમારી નજરમાં ઠીક આવતું નથી, ગોકળજીને ધરમલાભ તમારી તરફથી કહ્યો છે, તેણે તમેને વંદણ લખાવી છે.
ઈહાં સર્વે સાધુસાધ્વીઓ સુખશાતામાં છે સંવત ૧૯૪૩ ના માગસર વદ ૧૩ ગુરૂવાર