________________
0000000000
આત્મશુદ્ધિકર મહાપવિત્ર શ્રી કલપસૂત્રને રાત્રિ-જાગરણ પૂર્વક હાથીના હોદ્દે પધરાવી પૂ ગુરૂદેવને વાંચન માટે વહેરાવવાની મંગળક્રિયા તથા સુપના ઉતારવા આદિના ચઢાવા આદિથી દેવદ્રવ્ય-જ્ઞાનદ્રવ્યમાં ખૂબ જ વૃદ્ધિ થઈ.
પર્વાધિરાજની આરાધના ઉમંગભેર થયા પછી પૂજ્યશ્રીએ ભા. સુ. ૮ના વ્યાખ્યાનમાં ચિત્ય-પરિપાટીના રહસ્યને સમજાવવાપૂર્વક ભા. સુ. ૧ થી ઉદયપુસ્ના સમસ્ત જિનાલયેની સવારે ૭ થી ૯ દર્શન યાત્રા શરૂ કરાવી.
આ સુ. ૩ ના છેલ્લા દિવસે આહડનાં મહારાજા સંપ્રતિકાલીન પ્રાચીન પાંચ જિનાલયેની યાત્રા પ્રસંગે પૂજ્યશ્રીએ સકળ શ્રીસંઘ સમક્ષ શ્રતજ્ઞાનની આરાધના માટે જ્ઞાનાચારના આઠ ભેદ પૈકી ઉપધાનતપ નામે આચારના પાલન માટે ખૂબ જ અગત્યતા દર્શાવી.
શ્રાવક-જીવનને પાયે ઉપધાનતપ છે, અને વત માનકાળની અપેક્ષાએ ઉપધાનતપ શ્રાવક જીવનનું પાલન ઉચ્ચકેટિનું તપ છે.
ઉપધાન વિના મહામંત્ર ગણ પણ ન સૂઝે ની શાસ્ત્રીય વાત અનેક દાખલા દષ્ટાંતથી સમજાવી સકળ શ્રીસંઘને પ્રોત્સાહિત કરી ઉપધાનતપ કરાવવાને મંગળ નિર્ણય કરા.