________________
*
.
A
*
:-
* -
૮
-O:
શ્રીસંઘ તરફથી ઉપરાઉપરી એકાસણાની ટોળી કરાવવા પડાપડી થવા માંડી, માંડમાંડ બે બે ને ભેગા કરી વધુ ઠાઠથી ઉપધાનવાળાની ભક્તિ થવા માંડી.
પૂજ્યશ્રીએ ઉપધાનતપનું રહસ્ય શ્રતજ્ઞાનની પ્રાપ્તિ માટે રેગ્યતાની પારાશીશીરૂપ મેહના ક્ષપશમને કેળવવા દોઢ મહિનાના પૌષધદ્રત દ્વારા ત્યાગ, તપ, સંયમની ત્રિવેણી સંગમનું મહત્ત્વ જણાવવા સાથે પૌષધવાળાની પાંચ સમિતિ; ત્રણ ગુપ્તિના વ્યવસ્થિત પાલનની જવાબદારી પર ખૂબ વ્યવસ્થિત વિવેચન કરી અજયણ-અસંયમ–અનુપગ આદિ દોષ ન લાગે તેની ખૂબ જ સાવચેતી કેળવવા ભારપૂર્વક સમજાવેલ.
પરિણામે ઉપધાનતપવાળા અપૂર્વ ઉલ્લાસથી વિગઈ એને ત્યાગ-દ્રવ્ય સંક્ષેપ, મૌન અને અસંયમી જીવનના યથાશક્ય ત્યાગ આદિથી જીવનને ધન્ય-પાવન બનાવી રહયા. - કાર્તિક સુદિ પૂર્ણિમાના દિવસે ઉપધાનવાળાને સાધુજીવનની પ્રાસાદી મળે તે હેતુથી સંયમી જીવન-ચર્યાના પ્રતીક રૂપે દરેક ઉપધાનવાળાઓએ મોટે ભાગે પિતાની ઉપાધિ જાતે ઉઠાવી સિસારવા ગામે પૂજ્યશ્રી સાથે વિહારને રસાસ્વાદ લીધે.
સિસારવા ગામે જઈ શ્રી સિદ્ધિગિરિના પટની યાત્રા કરી શ્રી સિદ્ધાચળ મહાતીર્થની આરાધનાથે ચૈત્યવંદનકાઉસ્સગ વગેરે કરી ઠેઠ બે વાગે મંદ શક્તિવાળાએ એ નીવિ કરેલ.
૨