________________
મહાપુરૂષની નિશ્રામાં ફરી કોણ જાણે ક્યારેય અવસર આવે? માટે ગિરધર શેઠને ઉપધાન કરાવવાની રજા આપવા કરતાં તે લાભ અમને શ્રીસંઘને જ મળે તે સારૂં”
ડીવાર વાત ખૂબ ચચણી-છેવટે પૂજ્યશ્રીએ ઉકેલ કર્યો કે- “એમ કરે! ગિરધર શેઠ ભલે ઉપધાન કરાવે! ઉપધાન અંગે પ્રાથમિક અને પરચુરણ ખર્ચ ઘણે થાય છે, તે બધે લાભ એમને આપે અને શ્રીસંઘ તરફથી એકાસણું–આંબિલની ટળીઓ નોંધાવાય, આ રીતે બંનેને લાભ મળે!
ગિરધર શેઠે આજીજીપૂર્વક કહ્યું કે- “બાપજી! ટોળીઓ સંઘની લઉં તે બધી લખાઈ જાય પછી મને લાભ!”
છેવટે હા-ના કરતાં ગિરધર શેઠના ઉત્તરપારણું અને પહેલી-છેલ્લી ટ્રેળી, બાકીની ટોળીઓ સંઘ લખાવે તે લેવી, નબાકી બધે લાભ ગિરધર શેઠને- આ ઉકેલ સાંભળી સહુએ હરખભેર ગગનભેદી શાસનદેવની જયના નાદથી વાતાવરણ ગજવી દીધું
પછી શ્રીસંઘે પૂજ્યશ્રીને ઉપધાનતપ માટેના મુહૂર્તની “પૃછા કરી તે પૂજ્યશ્રીએ આસો સુ. ૧૦ અને ૧૪ ના બે શ્રેષ્ઠ મુહૂ દર્શાવ્યાં જેને સકળ શ્રીસંઘે પ્રભુ મહાવીર સ્વામીના ગગનભેદી જયઘોષસાથે વધાવી લીધાં.