________________
ઉપરના પત્રમાં રોપાનીયાની વાત છે, તે પ્રાયઃ ભાવનગરથી પ્રકટ થતા “ શ્રી જૈન ધર્મ પ્રકાશ” સંબંધી લાગે છે.
વળી આ પત્રમાં મોટા કામો કરવા અંગે મુંબઈની જેન એસોસીએશન સાથે સંપર્ક સાધવા સૂચન છે, તે પ્રાયઃ પૂજ્યશ્રીએ પાલીતાણુ સ્ટેટ સાથે રખેપ અંગે થયેલ કરાર અંગે ટીપ માટે પૂછાવ્યું હશે, તેના જવાબરૂપે લાગે છે.
બાકી સાધુઓના ચોમાસાની વિગત પૂજ્યશ્રીની પ્રભાવિતાની છાપ પૂરી પાડનારી જણાય છે.
પૂજ્યશ્રી ચાતુર્માસ દરમ્યાન બીજા પણ અનેક શાસનાનુસારી. કાર્યોમાં લક્ષ્ય રાખતા હતા, તેના પુરાવારૂપે પ્રાચીન પત્રમાંથી લુણાવાડાના સુશ્રાવક શ્રી વખતચંદભાઈને પત્ર મળે છે. જે નીચે મુજબ છે.
સ્વસ્તિ શ્રી પાર્શ્વજિન પ્રણમ્ય તત્ર સર્વ બિરાજમાન નવતત્વના જાણ, પંચમહાવ્રતધારક, અઢારે પાપરહિત બેંતાલીસ દેષના ટાળણહાર, અનેક ગુણે કરી બિરાજમાન, મુજ ગુરૂ મહારાજ શ્રી ૧૦૦૮ શ્રી જવાહિરસાગરજી જોગશ્રી ઉદેપુર,
લુણાવાડેથી લી. સા. શ્રી. વ. સ. વખતચંદના ધર્મલાભ દેનારસ મારી વેદના અનેકવાર અવધારશે.
૨૧૯,