________________
કેમકે–સં. ૧૯૪૨ ના શ્રા. સુ. ૫ ને નીચેના પત્રમાં આ વિગત આવે છે.
“મુનિશ્રી ઝવેરસાગરજીને પંચે.” ઠેકાણું- મેતા પન્નાલાલ હુકમીચંદની દુકાન મુ. શ્રી વડા ઉદેપુર જિ. મેવાડ
મુ. શ્રી ભાવનગરથી લી. મુનિ વૃદિચંદજીગ્ય શ્રી ઉદયપુરમળે મુનિ ઝવેરસાગરજી સુખશાતા વાંચજો.
અત્રે દેવગુરૂ પસાથે શાતા છે, તમારે પત્ર આવ્યું તે પહોંચ્યો છે, સમાચાર જાણ્યા છે. તમે ચોપાનીયો મોકલવાના ઠેકાણા બે ની વિગત લખી, તે પ્રમાણે બંને ઠેકાણે ચોપાનીયા મેકલાવ્યા છે.
જે દિવસે અષાડ માસનું રોપાનીયુ તમને પહેચ્યું હશે, તે જ દિવસે તેઓને પણ પહોંચ્યા હશે જ! -
તમને પત્ર ૧ પ્રથમ અમે લખે છે, તેની પાંચ આવી નથી, માટે લખી હશે તે આવેથી જાણીશું.
મોટા કામો કરવા વિષે મુંબઈમાં શ્રી જૈન એસોસીએશન ઓફ ઈન્ડિયા સભા છે, તેની ઉપર પણ લખવું.
તમોએ સાધુ વિષે હકીકત મગાવી, તે આ દેશમાં છે, તેની વિગત. મુનિ નીતિવિજ્યજી વગેરે કાણા-૩ - ખંભાત
૨૧૭.