________________
10
પૂજ્યશ્રીએ વિ. સ. ૧૯૪૨નું ચોમાસું શાસનના તથા ઉદયપુર શ્રીસંઘનાં લાભાર્થે નક્કી રાખ્યું.
અને પૂજ્યશ્રીની દેખરેખ તળે દેવદ્રવ્યના હિસાબોમાં રહેલ ઉપેક્ષાવૃત્તિને હઠાવવા વહીવટદારને અપૂર્વ પ્રેરણા મળી.
ચાગાનના દહેરાસરના વ્યવસ્થાતંત્રમાં કાર્યવાહકોની શિથિલતાથી આવેલી અવ્યવસ્થાને નિવારવા પૂજ્યશ્રીએ ભારે જહેમત ઉઠાવી જૂના હિસાબે વ્યવસ્થિત કર્યા.
આ બધા કામના ઉકેલમાં ચોમાસું શરૂ થઈ ગયું. પૂજ્યશ્રીએ બેસતા માસે જ અમદાવાદથી આવેલ બંને પત્રે શ્રીસંઘને વંચાવ્યા અને શ્રી સિદ્ધાચલ-મહાતીર્થ રખેવા ફંડમાં તન-મન-ધનની શક્તિ પવ્યા વગર સહુને લાભ લેવા પૂજયશ્રીએ ભારપૂર્વક ફરમાવ્યું.
- પરિણામે ત્રીશ હજાર જેવી રકમ ટૂંક સમયમાં થવા પામી, ઉદયપુરના શ્રીસંઘે આ રીતે પૂજ્યશ્રીના ધર્મબાણને અદા કરવા સાથે શાસન પ્રત્યેને દર અનુરાગ પ્રદર્શિત કર્યો.
પૂજ્યશ્રીએ આ કામ અંગે વધુ તમન્ના દર્શાવવા સાથે ભાવનગર પૂ. શ્રી વૃદ્ધિચંદજી મ. ને પત્ર દ્વારા માર્ગદર્શન મંગાવ્યું લાગે છે.