________________
do
x ઉપરના બંને પત્રે અમદાવાદના અગ્રગણ્ય પ્રતિષ્ઠિત ધર્મધુરધર શાસનાનુરાગી અને શ્રીસંઘના આગેવાન શેઠીયાએ સ્વહસ્તે લખેલા છે.
તેમાંની વિગત પણ અદ્ભુત છે.
આ બંને વાત પરથી પૂજ્યશ્રી ઝવેરસાગરજી મ. ના અપ્રતિમ ગૌરવવંતા વ્યક્તિત્વની છાયા કેટલી વ્યાપક હશે ! તે સુઝ પુરૂષોને સહેજે સમજાય તેમ છે.
| ગુજરાતમાં કોઈ વિકટ પ્રશ્ન પરિસ્થિતિ આવે તે અમદાવાદના ધુરંધર શેઠીયાએ ઠેઠ મેવાડમાં બિરાજતા પૂજ્યશ્રીને ઉપરા ઉપરી બે પત્ર દ્વારા આદરપૂર્વક યાદ કરે છે.
આ વસ્તુ પૂજ્યશ્રીના અપૂર્વ વ્યક્તિત્વની વાચકના મન પર છાપ પાડે છે.
આ બને પત્ર ઉપરથી પૂજ્યશ્રીને એમ લાગ્યું કે તરણતારણહાર શ્રી સિદ્ધાચલ–મહાતીર્થની રક્ષા અંગે જૈન શ્રીસંઘે ઉપાડેલ ભગીરથ કાર્યમાં ઉદયપુર શ્રીસંઘને સહકાર અપાવવાની મારી ફરજ છે, એટલે શાસનના કામ અંગે ભાવે કે કભાવે :મને કમને પૂજ્યશ્રીને ઉદયપુરના ચાતુર્માસની ઈચ્છા કરવી પડી અને વ. સુ. ૩ના વ્યાખ્યાનમાં શ્રીસંઘે કરેલ આગ્રહભરી વિજ્ઞપ્તિને સ્વીકારી માતાની જય બેલાવી દીધી.
૨૦૧૫