________________
માહ સુ. ૧૪ ના વ્યાખ્યાનમાં કિશનજી શેઠે શ્રીસંઘ પાસે કેશરીયાજીને છરી પાળ સંઘ પૂજ્યશ્રીની નિશ્રામાં કાઢવાની રજા માંગી, પૂજ્યશ્રીએ શ્રીસંઘને ધર્મોલ્લાસ વધારવાના શુભ આશયથી સંમતિ આપવા જણાવ્યું.
શ્રીસંઘે હર્ષોલ્લાસથી ચતુર્વિધ-શ્રીસંઘની મંગળકામનાઓ સાથે સંઘપતિ નગરશેઠ તરફથી સંઘવી થનારા કિશનજી શેઠને કુંકુમનું મંગળતિલક કરી શ્રીફળ આપી ખાથી વધાવી તેમની ધર્મભાવનાનું બહુમાન કર્યું.
પૂજ્યશ્રી પાસે કિશનજી શેઠે શ્રીસંઘ-પ્રસ્થાનના મુહૂર્તની માંગણી કરી, પૂજ્યશ્રીએ માડ વદ ૧૦ નું મુહૂર્ત સારૂં રેવતીના ચંદ્રના દેષના કારણે છતાં લેવું ઉચિત, ન ધાર્યું ચંદ્રબળ અને વિષ્ટિદોષના નિવારણ સાથે રવિગરાજયેગવાળે ફા. સુ. ૧૦ ને દિવસ સર્વશ્રેષ્ઠ નિર્ધાર્યો. - પછી કિશનજી શેઠે પૂજ્યશ્રીની સંમતિ લઈ પત્રિકા લખી પિતાના સ્વજન-સંબંધીઓ-સગા-વહાલાં ઉપરતાં ધર્મપ્રેમી ભાવુક જૈન શ્રીસંઘને જાણ કરી પધારવા આગ્રહભરી વિજ્ઞપ્તિ કરી. - કિશનજી શેઠે પણ ખૂબ ઉમંગથી રસ્તાના ગામની તપાસ કરી દરેક સ્થળે શ્રીસંઘના યાત્રિકને કઈ તકલીફ ન પડે તે રીતની પૂર્વ તૈયારી કરી અને ફા. સુ. ૧૦ ના મંગળ
૨૦૮