________________
(K Sી
પૂજ્યશ્રીની નિશ્રામાં ચૈત્રી એળીની આરાધના પ્રાયઃ થઈ નથી, તેથી ખૂબ જ ઉમંગ ઉલ્લાસથી ઉદયપુરના શ્રીસંઘે પૂજયશ્રીની વાતને ઝીલી લઈ વિશાળ–સંખ્યામાં આરાધકોએ તૈયારી કરી.
શા. દીપચંદજી કે ઠારીએ નવે દિવસના આંબિવને લાભ લેવાની વાત પૂજયશ્રી પાસે મૂકી, પૂજ્યશ્રીએ શ્રીસંઘ દ્વારા તે વાત મંજુર કરાવી.
ખૂબ ઠાઠથી સામુદાયિક વિધિ સાથે સેંકડે આરાધકોએ શ્રી નવપદની ઓળીજીની આરાધના પૂજયશ્રીના માર્મિકપ્રવચનેથી ઉપજેલ અપૂર્વ ભાલાસથી કરી.
તે ઓળી દરમ્યાન શ્રીસંઘે પૂજયશ્રીને ઉદયપુર શ્રીસંઘના લાભાર્થે દહેરાસરના વહીવટની અવ્યવસ્થા ટાળવાના શુભ આશયને બર લાવવા ચાર્તુમાસની આગ્રહભરી વિજ્ઞપ્તિ કરી.
પૂજ્યશ્રીએ સાધુજીવનની મર્યાદાઓને ધ્યાનમાં રાખી તેમજ “અતિપરિયવિવા” જેવું થવા ન પામે તેથી ચાર્તુમાસની અનિચ્છા દર્શાવી.
તેથી શ્રીસંઘના આગેવાનોએ એક પછી એક દહેરાસરના વહીવટીતંત્રની ગૂંચે પૂજયશ્રી પાસે રજુ કરવા માંડી, તેમાં મુખ્યત્વે ચગાનના દહેરાસરે-જે કે સાગર–શાખીય
૨૧૨