________________
“આટલા બધા યાત્રાળુઓ આવે અને માત્ર વાર્ષિક દશ હજાર રૂપિયાની બાંધી આવક ? આમ કેમ! ”
- ઈ.સ. ૧૮૬૩ વિ.સં. ૧૯૧૯માં થયેલ ત્રીજા કરાર -પત્રને ઘણા સમય થઈ ગયે. દેશ કાળ હવે ફરી ગયે, માટે આ બાંધી રકમના કરારને વળગી રહેવાથી સ્ટેટને નુકશાન થાય છે, માટે પાલીતાણુ શહેરના યાત્રી દીઠ પાંચ રૂપિયા અને બહાર-ગામના યાત્રી દીઠ બે રૂપિયાને યાત્રાળુવેરે નાંખવાની વિચારણા બહાર આવી.
થોડા સમયમાં જેન શ્રીસંઘને ઘણે વિરોધવંટોળ છતાં રાજ્યકર્તાઓએ લેકલાગણને અવગણું યાત્રાળુવેરે ચાલુ કરી દીધેલ. *
પરિણામે ધર્મશ્રદ્ધાળુ યાત્રાળુઓ અને જૈન શ્રીસંઘે સાથે પાલીતાણું રાજયને ખૂબ સંઘર્ષમાં ઉતરવું પડયું, ઘણું ધમાલ થવા લાગી, વાતારવણ ખૂબ કલુષિત થવા લાગ્યું, છેવટે આ. ક.ની પેઢી નગરશેઠ પ્રેમાભાઈ વગેરે સંભાવિત અગ્રગણ્ય શેઠીયાઓની સહીથી વિ.સં. ૧૯૪૦ ઈ. સ. ૧૮૮૪ ના સપ્ટેમ્બરની પાંચમી તારીખે (૫-૯-૧૮૮૫) મુંબઈ ગવર્નરને અપીલ કરી. રખેપાની રકમ વધારીને
૨૦૧