________________
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
સઘળા જિનમંદિરમાં સ્વ-તે સ્વ-દ્રવ્યથી એકેએક પ્રભુજીની સેવા, પૂજા, ભક્તિ, આશાતના-નિવારણ આદિના મહત્વના કાર્યક્રમને મુખ્ય બનાવી સહુને પ્રભુભક્તિની યથાર્થ ભૂમિકાને પરિચય કરાવ્યું.
આનંદપૂર્વક શાંતિસ્નાત્ર સાથે મહોત્સવ પત્યા પછી પૂજ્યશ્રી વિહારને વિચાર કરતા હતા, પણ મગનભાઈ ભગતે પોતાની અંતર્થ્યથા માહ સુ. ૧૪ ના પૌષધમાં રાત્રે પૂજ્યશ્રી આગળ વ્યક્ત કરી અક્ષપાત દ્વારા હાર્દિક વેદના ઠાલવી, ભીષણ સંસાર-દાવાનલથી બચાવવા આજીજી કરી.
એટલે પૂજ્યશ્રી મગનભાઈના સંયમ–પ્રહણમાં આવી રહેલા અવરેની ગૂંચ ઉકેલવા ગ્ય માર્ગદર્શન જરૂરી હોઈ
શ્રી પંચાશકગ્રંથની વિવેચના વ્યાખ્યાનમાં શરૂ કરી માસકલ્પ કરવાની ભાવના રાખી સ્થિરતા કરી, વધુમાં પૂ. ગચ્છા ધિપતિશ્રીએ પણ કપડવંજ શ્રીસંઘના મહત્વના કામની સૂચના પત્ર દ્વારા આપી જણાય છે–તે કામના ઉકેલ માટે પણ સ્થિરતા કરવી ઠીક લાગી.
તે પત્ર નીચે મુજબ છે.
શ્રી અમદાવાદથી લિ. મુનિ મૂળચંદજીની સુખશાતા વાંચજે, શ્રી કપડવંજ મુનિ ઝવેરસાગર
૧૭૫