________________
ખ૦૦
એ રીતે નજરમાં આવે તે લખશે, હવે વિશેષ વાત લખવાની નથી. શાથી કે રૂબરૂમાં વિચાર થશે તે જાણજે. મિતિ સં. ૧૯૪૧ના વૈશાખ સુદ ૧ ગુરૂ
લી. આપને સેવક ગોકળજીની વંદના આમાં રતલામના શેઠીયા પાલીતાણથી અમદાવાદ આવવાના છે, તે તે પ્રસંગે પૂજ્યશ્રીની જરૂરી હાઈ પૂ. ગચ્છાધિપતિશ્રીના અંગત શ્રાવકે પૂજ્યશ્રીને કપડવંજથી પધારવા આ પત્રમાં જણાવ્યું છે. ' પણ– “સાધુ જીવનમાં ક્ષેત્ર-સ્પર્શના પ્રબળ હોય છે, તેથી પૂજ્યશ્રીએ આ પત્રના આધારે અને પિતાને પણ પૂજ્ય શ્રીગચ્છાધિપતિને વાંદવાની-મળવાની ઘણી ઉત્કંઠા હતી જ, બાર વર્ષના વહાણા વીતી ગયેલ, તેથી પૂ. ગચ્છાધિપતિ પાસે આવવાના શુભ સંકલ્પથી વૈ. સુ. છઠના રોજ કપડવંજથી અમદાવાદ તરફ વિહારનું વિચારી જાહેરાત પણ કરેલ. "
પણ ભાવીયેગે દીપવિજ્યજી મ. ની તબિયત બગડવાથી સુ. છઠ ને વિહાર બંધ રહ્યો. ગમી ને ઉપદ્રવ જરા વધુ હેઈ વધુ ચાંપતા ઉપચારે લેવામાં વિહારની વાત બેરભે પડી ગઈ.
આ દરમ્યાન વૈ. સુ. દશમના રેજ ઉદયપુરથી આઠ, દશ આગેવાન શ્રાવકે આવ્યા !