________________
પૂજ્યશ્રીએ વૈશાખ સુદ છઠના દિવસે અમદાવાદ તરફ વિહારની તૈયારી કરી, કેમકે પૂજ્યશ્રીને ખાસ વિશ્વાસુ અને પૂ. ગચ્છાધિપતિશ્રીના પણ અંગત ભક્ત શ્રાવક શ્રી રોકળભાઈને પત્ર નીચે મુજબ આવેલે–
“ગઈ કાલે ચીઠી ૧ લખી છે તે પેચી હશે જ!
વિશેષ શ્રી રતલામવાળા શેઠ દીપચંદજી જેરાવ રમલજીવાળા ભૂપતસંગજી ના દીકરા શ્રી સિદ્ધાચલજી છે, તે વૈશાખ સુ. ૮૯ અમદાવાદ આવવાના ઉચિત સાંભળો છે,
માટે તમે તે ઉપર તરત અતરે આવજો
બીજુ એઓને આવવાને ઢીલ હોય તો તે પછીથી આવે, પણ તમારે તે પરથમ આવવું.
કેમકે તમે તેને મળે તે ઠીક છે, માટે વખત ગુમાવ નહી, એમ અમારી ધ્યાનમાં આવે છે, તે તમે તમને પાલીતાણા કાગળ લખજે કે હું કપડવણજથી અમદાવાદ આવવાને છું. ને ફલાણી તારીખે આવીશ.
તમે અમદાવાદ કયારે પધારવાના છે? મને અમદાવાદ કાગળ લખશે ને અમદાવાદમાં મારા કાગળનું ઠેકાણું
બાઈ ઉજમબાઈની ધર્મશાળામાં મુનિ મૂળચંદજી મહારાજ કે પાસ-એમ કરો એટલે મને પોંચી જશે.
૧૮૫