________________
H
પણ પૂજ્યશ્રીએ કહ્યું કે-“પૂ. ગચ્છાધિપતિએ કા. વ. ૩ને વિહાર લખે છે, હવે મારાથી ન રહેવાય” આદિ.
છેવટે શ્રીસંઘના આગેવાનોએ એક અરજ કરી કે–
સાહેબ! અમારા શ્રીસંઘ પર કે શાસન પર કોઈ એવી આફત આવે અને અમે આપની પાસે દોડતા આવીએ તે જરૂર આપે અહીં પધારવાનું !!! આટલું વચન આપો !” હા –ના માં ડેમ સમય ગયે “છેવટે શાસનના કામે શ્રીસંઘ જ્યારે પણ યાદ કરશે ત્યારે હું અનુકૂળતા મુજબ પ્રભુ શાસનના સેવક તરીકે હાજર થવા વચન તે સાધુથી ન અપાય પણ પૂર્ણરીતે પ્રયત્ન કરી આવવા તજવીજ કરીશ !!!”
શ્રીસંઘે જોરદાર શાસનદેવની જય બોલાવી પૂજ્યશ્રીની વાતને વધાવી લીધી,
કા. વ. ૩ના રોજ પૂજ્યશ્રીએ સવારે વિહાર કરી કેશરીયા બાજુ પ્રયાણ આરંવ્યું.
શ્રીસંઘના ઘણા ભાવિકે ઠેઠ કેશરીયાજી સુધી પગે ચાલતા પૂજ્યશ્રી સાથે ગયા.
પૂજ્યશ્રી કેશરીયાજીથી ડુંગરપુર થઈ ટીટેઈન શ્રી મુહરીપાર્શ્વનાથની નિશ્રામાં અઠવાડીયું રહી મોડાસાથી દહેગામ થઈ પૂજ્યશ્રીના દર્શન-વંદન બાર વર્ષે થતા હોઈ
-
૭૩