________________
.
રત્નત્રયીની આરાધનામાં ઉદ્યત રહેજો. શરીર સંભાળજે. જોઈતું કરતું મંગાવજે.
લી, સેવક ગાકળની વંદના
સં ૧૯૪૧ કા. સુ. ૧૨ પૂજ્યશ્રીએ એક જ ક્ષેત્રમાં વધુ રહેવામાં શાસ્ત્રદષ્ટિએ ઔચિત્ય ન લાગતું. હેઈ પૂ. ગચ્છાધિપતિની આજ્ઞા આવી ગઈ, એટલે કા. સુ. ૧૪ના વ્યાખ્યાનમાં ચેમામું બદલવાની આગ્રહભરી વિનંતિ થઈ એટલે પૂ. ગચ્છાધિપતિશ્રીને પત્ર-કપડવંજવાળાની વાત વગેરે જાહેર કરી કા.વ. ને વિહાર જાહેર કરી દીધો.
આખે શ્રીસંઘ ખળભળી ઉઠશે. પૂજ્યશ્રીના રહેવાથી ઉદયપુર શ્રીસંઘમાં અનેરી ધર્મ જાગૃતિ આવી છે. ધર્મશાસન પરના અનેક આક્રમણે હઠયા છે, તે પૂજ્યશ્રી અહીં હજી વધુ સ્થિરતા કરે તે આગ્રહ કરવા લાગ્યા.
પણ પૂજ્યશ્રીએ બહુ જવાબ ન દેતાં મૌન ધારણ કરી પૂ. ગચ્છાધિપતિની આજ્ઞાને આગળ કરી વાતને શમાવવા પ્રયત્ન કર્યો.
પૂનમે ચાતુર્માસ–પરિવર્તન પ્રસંગે શ્રીસંઘે ખૂબ આગ્રહભરી વિનંતિ કરી. મૌન–એકાદશી સુધીને દઢ આગ્રહ રાખે.
૧૭૨