________________
......
GH@MGXCMG
માહ વદ ચૌદશના વ્યાખ્યાનમાં બાલાસીનારવાળા શેઠ ઉત્તમચ'દ જગજીવન આદિ આગેવાનાએ ક્ષેત્ર-સ્પના કરવા વિનંતિ કરી, એટલે પૂજ્યશ્રીએ કપડવંજમાં સ્થિરતા માસ–કલ્પની થઈ ગઈ. એટલે ક્ષેત્રાંતર કરવા જવા ભાવના દર્શાવી, પણ કપડવંજ શ્રીસંઘે ફાગણ-ચામાસી નજીક હાઈ તેની આરાધના કરાવવા ખૂબ વિનંતી કરી, મગનભાઈભગતની ગૂંચ પણ હજી પૂરી ઉકેલાઈ ન હતી, એટલે બાલાસિનારવાળાને ફાગણ-ચૌદશ પછી આવવાની ભાવના દર્શાવી કપડવંજમાં ફાગણ-ચૈામાસી અંગે સ્થિરતા કરી.
આ દરમ્યાન શ્રીસંઘની મહત્વના વહીવટી–તંત્ર અ’ગેની ગૂંચા ઉકેલાઈ, મગનભાઇ ભગતને પણ સંયમ અંગેની ભાવનાના પંથે વધુ પ્રકાશ સાંપડયા.
એકદરે પૂજ્યશ્રી કપડવંજ શ્રીસંધને પ્રભુશાસનની સફળ આરાધનાના પંથે પ્રાત્સાહિત કરી પૂ· ચરિત્રનાયકશ્રીના પિતાશ્રીના મનઃસ્વાસ્થ્યને વ્યવસ્થિત કરી નાની માળ— વયના પૂ. ચરિત્રનાયકશ્રી કે જે તે વખતે નવ વર્ષોંની વયના હત!, તેમના હૈયામાં પ્રભુ-શાસન- સયમ અને ધમ ક્રિયાઓની અ-વિસ્મરણીય છાપ ઉપસાવી,
ફાગણ વદ બીજના રાજ પૂજ્યશ્રીએ બાલાસિનાર તરફે વિહાર કરી લસુંદ્રામાં એ દિવસ સ્થિરતા કરી ફ્રા.વ.
૧૭૭
૧૨