________________
બહાર કાઢવા કેટલીક વ્યવહારૂ-બાબતેની ગૂંચ ઉકેલવા કપડવંજ પધારવા આગ્રહભરી વિનંતિ કરેલ.
આ અરસામાં કપડવંજના ભાઈશ્રી ચીમનલાલને વીશ–સ્થાનક તપ-નવપદ–તપ અને જ્ઞાનપંચમી તપની સમાપ્તિ પ્રસંગે ઉજમણું કરવાના મનોરથ જાગ્યા.
ચીમનભાઈએ ધર્મક્રિયામાં સતત સાથે રહેનારા મગનભાઈ (પૂ. ચરિત્રનાયકના પિતાજી) ને પ્રાસંગિક વાત કરી કે
મારે આવી ભાવના છે ! શું કરવું? કયા મહારાજને બોલાવવા ? તમે વધુ જાણકાર છે! સાધુઓના પરિચિત પણ વધુ છે માટે કંઈક યોગ્ય માર્ગદર્શન આપો”
મગનભાઈ ને “ભાવતું'તું ને વૈદે કીધું કે ત્તિ વૈોપ૪િન્યાય મુજબ કપડવંજ શ્રીસંઘની તાત્વિક રીતે નાડ પારખી ધર્મભાવનામાં સાનુબંધ-વૃદ્ધિ–કરવા માટે પૂ. ઝવેરસાગરજી મ. સર્વ રીતે સાનુકૂળ થઈ પડે તેમ વિચારી ચીમનભાઈને કહ્યું કે–
મહાનુભાવ! તમારી ભાવના ઉદાત્ત, અનુદનીય છે! આવા પ્રસંગે સારા ચારિત્રસંપન્ન અને તત્વના જાણકાર મુનિભગવંતને લાવવાથી આપણા કાર્યની સાચી સફળતા સાથે અનેક બાળજી
૧૬૫