________________
GON:
શાસનને અનુરૂપ બને, તેથી મને એમ લાગે છે કે પુ. શ્રી ઝવેરસાગરજી મ. હાલના કાળે આગમના સારા જાણકાર પ્રૌઢ-વ્યાખ્યાતા અને શાસન-પ્રભાવક છે, આપણું શ્રીસંઘમાં ધર્મભાવનાને વધુ જાજવલ્યમાન કરવા માટે પણ તેઓશ્રીની ખાસ જરૂર છે.
તેઓ આપણે ત્યાં લગભગ પંદર વર્ષ પૂર્વે પધારેલ તેની ઝણઝણાટી હજી ધાર્મિકેના હૈયામાંથી ખસી નથી!
તેથી તમને ઠીક લાગે તે આપણે શ્રીસંધને વાત કરી પૂજ્યશ્રીને અહીં પધારવા વિનંતિ કરવાનું ગોઠવીએ”
ચીમનભાઈએ કહ્યું કે “ભગત! તમે કહે તે સત્તર આપની! તમારી વાતમાં વિચારવાનું શું હોય?
આપણે શ્રીસંઘના આગેવાનને. આજે સાંજે મળીએ, તમે સાથે આવો તે સારૂ !”
મગનભાઈ ને મનમાં ગલગલીયાં થયાં કે– , વાહ વાહ! મારું પુણ્ય સારૂં તપતું લાગે છે. દેવ-ગુરૂકૃપાએ મારા સંયમ –માર્ગે આવતા અવરોધોને હઠાવવા પૂજ્યશ્રીની અહી ખાસ જરૂર છે, તે તેવા સંયોગો કુદરતી ઊભા થઈ ગયા છે!”
આદિ વિચારતા મગનભાઈએ સાંજે પ્રતિક્રમણ પછી શ્રી સંઘના આગેવાનેને મળવા જવાનું ચીમનભાઈ સાથે નક્કી કર્યું.
૧૬૬