________________
વધુમાં કપડવંજ શ્રીસંઘના આગેવાનોએ કહ્યું કે –
“સાહેબ! કપડવંજ-ક્ષેત્રમાં આપે ધર્મનાં બીજ વાવ્યાં છે, તે હવે સિંચનના અભાવે કરમાવા માંડયાં છે, માટે કૃપા કરી તે બાજુ કા.પૂનમ પછી પધારવા વિચારશે.”
“અનુકૂળતાએ કા, પૂનમ લગભગ ફરીથી વિનંતિ માટે આવીશું, પણ આપનું ધ્યાન અમારા શ્રીસંઘ તરફ વાળવા આજે આવ્યા છીએ.”
મગનભાઈ ભગતે પણ વિનંતિ કરી કે –
મારા જેવાને સંસારના કીચડમાંથી આપ સિવાય કશું કાઢશે ! મારા આત્મ-કલ્યાણ માટે તેમજ આ ચીમનભાઈની તપધર્મની ઉજવણી કરવાના શુભ ભાવ જાગ્યા છે. તેની સફળતા માટે આપ જેવા શાસ્ત્રનુ-ગીતાર્થ મુનિ ભગવતો ત્યાં પધારે તે શાસનની સાનુબંધ-પ્રભાવના થાય રદિ”
પૂજ્યશ્રીએ ક્ષેત્રસ્પર્શના “વર્તમાન જેગm કહેવાની સાથે અમદાવાદ બિરાજમાન “પૂ. ગચ્છાધિપતિ શ્રી મૂલચંદજી મ. ની જેવી આજ્ઞા” કહી ટૂંકમાં સાધુ અને શ્રાવકના કર્તવ્યની ભૂમિકા સમજાવી.
મગનભાઈ સમજી ગયા કે “અમદાવાદથી આજ્ઞા લવાશે તે વાત પતી જશે.”
૧૬૯