________________
આ સુદ ૧૫ ની શુભ-વેળાએ પાચે જણા ઉદયપુર ભણી રવાના થયા.
આસો વદ બીજ સવારે પૂજ્યશ્રી પાસે પહોંચી ગયા, વ્યાખ્યાન ચાલુ હતું.
વ્યાખ્યાનમાં- શાશ્વતા ચેત્યો અને તેની યાત્રા કરી દેવે વિરતિ-ધર્મની પ્રાપ્તિ માટે કેવી તમાકેળવે છે? એ અધિકાર મગનભાઈને હાડેહાડ સ્પશી ગયે, આંખમાં ઝળઝળીયાં થઈ ગયાં, “વિરતિધર્મની ભૂમિકાએ જાતને કયારે સફળતા પૂર્વક આવા ગુરૂદેવના માર્ગદર્શનથી ચઢાવીશ” એ મંગળ–ભાવનામાં તરબોળ થયા.
વ્યાખ્યાન પછી પૂજ્યશ્રીને મળ્યા. બધી વાત થઈ પૂજ્યશ્રી કહે કે- -
ભાઈ! કાર્તિક પૂનમ પૂર્વે શી રીતે વિહારનું કહી શકાય! કા. ૧૫ પછીની યોજના અત્યારથી કરવી. ઠીક નથી. “આડી રાત તેની શી વાત?” કહેવત પ્રમાણે સાધુઓ મેટે ભાગે ભવિષ્યની કોઈ યોજના ઘડવાના આર્તધ્યાનમાં પડતા નથી” વગેરે.
સાહેબ! વાત સાચી ? આપને આચાર અમે તેડવા નથી માંગતા. અમે તે કા. પૂનમ પછી આપને બીજા ક્ષેત્રની વિનંતિ કે કઈ બીજું કારણ આવે તે અમારી વાતને પ્રાથમિકતા મળે તેટલી નેધ કરાવવા આવ્યા છીએ.”
૧૬૮